તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઝઘડીયામાં ~26 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડીયામાં ~26 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડીયાનીસરદારપુરા ચોકડી નજીકથી પોલીસે તવેરા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરને ઝડપી પાડયો છે. તેની પાસેથી 26 હજારનો દારૂ તથા તવેરા ગાડી મળી કુલ ~4.27 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારની બદીને ડામી દેવા માટે ડીએસપી સંદિપસિંગે કડક કાર્યવાહી શરૂ કરી છે. એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમો બુટલેગરોની યાદી બનાવી તેમની સામે પગલાં ભરી રહી છે. ઝગડીયા ના સરદારપુરા-ઉંટીયા ચોકડી પરથી તવેરામાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. ઝગડીયા પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાસણા ગામનો લાલા ઉમેદ વસાવા તવેરા ગાડીમાં વિદેશી દારૂ લાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સરદારપુરા ઉંટીયા ચોકડી પર વોચ ગોઠવીને લાલા ઉમેદ વસાવાને ઝડપી લેવાયો હતો. ગાડીની તલાશી લેતાં તેમાંથી દારૂ તથા બીયર મળી કુલ 504 બોટલો મળી હતી. દારૂનો જથ્થો અંકલેશ્વરના નવાગામ કરારવેલના બુટલેગર સતીષ ચંદુ વસાવા પાસેથી લાવી ખરચીના બુટલેગરે પહોચાડવાનો હોવાની કબુલાત આરોપીએ કરી છે. ઝગડીયા પોલીસે તવેરા ગાડી, દારૂ, મોબાઇલ મળી કુલ ~4.27 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ઘરી છે. ખરચીના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

સરદારપુરા ચોકડી પાસેથી કારમાથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

અંકલેશ્વરથી દારૂનો જથ્થો ખરચી ગામે લઇ જવામાં આવતો હતો

તવેરા ગાડી સહિત ~4.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો