તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ પત્નિના આડાસંબંધના વહેમે ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલા વાસીકલ્લા ગામે પત્નિને અન્ય શખ્સ સાથે સંબંધ હોવાની શંકાએ થતાં અવાર-નવારના ઝઘડાથી કંટાળી જઇ પતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં વાસીકલ્લા ગામે રહેતાં સંજય મણીલાલ વસાવાને શંકા હતી કે તેની પત્નીને અન્ય શખ્સ સાથે લગ્નેતર સંબંધ છે. જેને પગલે તેનો તેની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હતો. કાયમના ઝઘડાથી કંટાળી જઇ સંજયે આવેશમાં આવી જઇ પોતાના ઘરના મોભ સાથે પ્લાસ્ટિકની દોરી વડે ટૂંપો બનાવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો