તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • લીંબોળીનાં એકત્રીકરણથી જિ.માં રોજગારીની વધુ તકો ઉભી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબોળીનાં એકત્રીકરણથી જિ.માં રોજગારીની વધુ તકો ઉભી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાનેયુરિયા ખાતરને 100 ટકા નીમ કોટિંગ કરવા આહવાન કરતા તેના પ્રતિસાદ રૂપે રાજય સરકારનું સાહસ નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડે દેશમાં સૌપ્રથમ નીમ પ્રોજેકટની શરૂઆત કરતા જીએનએફસીની પહેલને પ્રધાનમંત્રીએ બિરદાવી છે.

ભરૂચની જીએનએફસીનાં વિશિષ્ઠ પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય ગરીબ ખેત મજૂરો તથા મહિલાઓને સામાજિક અને આર્થિક લાભ મળે તેવી યોજના અમલમાં મૂકી છે. કંપનીનાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્રોનાં સંકલન હેઠળ સહકારી મંડળીઓ, કૃષિકેન્દ્રો, પાણી સમિતિઓ, દૂધ મંડળીઓ સહિતને માધ્યમ બનાવી ગ્રામ્યસ્તરેથી લીંબોળી એકત્રીકરણનું માળખુ ઉભુ કરાયું છે. કંપનીએ પ્રોજેકટ હેઠળ 11,000 મેટ્રીક ટનથી વધુ લીંબોળી એકત્ર કરી છે.

જીએનએફસી દ્વારા લીંબોળીનું પીલાણ કરી નીમ ઓઇલ તેમજ નીમ-કેકનું ઉત્પાદન કરાય છે. નીમ ઓઇલનો ઉપયોગ યુરિયાનાં કોટિંગમાં થાય છે. જેનાથી યુરિયાનો 10 ટકા ઓછો વપરાશ, કુદરતી જંતુનાશકતા, ખાતરની અસરકારકતા સહિતનાં ફાયદા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએનએફસીના નવતર પ્રોજેકટની પ્રશંસા કરી છે.

યુરિયાના નીમ કોટિંગ માટે લીંબોળીનું તેલ બનાવવા સાથે એકત્રીકરણ દ્વારા સ્થાનિક ગ્રામ્ય આદિવાસી મજૂરો તેમજ મહિલાઓ માટે રોજગારી ઉભી કરવાના કંપનીનાં પ્રયાસને આવકાર્યો છે. ભરૂચ સ્થિત જીએનએફસીના મેનેજિંગ ડાયરેકટર ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રોજેકટને સફળતાપૂર્વક લાગુ કરી વિસ્તારમાં લીંબોળી એકત્રીકરણ દ્વારા આવકનો સ્ત્રોત ઉભો કરી મહિલા સશક્તિકરણની દિશામાં કંપનીએ પહેલ કરી છે.

જીએનએફસીનાં નીમ પ્રોજેકટની પ્રશંસા કરતા વડાપ્રધાન

મહિલા સશક્તિકરણની દિશામાં કંપનીએ પહેલ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો