તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | ભરૂચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ

પર્વાધિરાજપર્યુષણ પર્વની સોમવારે સંવત્સરી ઉજવણી કર્યા બાદ મંગળવારે ભરૂચમાં તપસ્વીઓનાં પારણાં યોજાયા હતા. બુધવારે શણગારેલા 4 રથોમાં વાજતે ગાજતે ભગવંતો અને તપસ્વીઓની શોભાયાત્રા શ્રીમાળી પોળ ખાતેથી શક્તિનાથ સુધી નીકળી હતી. સાંજે સકળ સંઘનું નવકારશી જમણ યોજાયું હતું.

ભરૂચ શહેરમાં જૈન સમુદાય દ્વારા બુધવારે પર્યુષણ પર્વની ભવ્ય શોભાયાત્રા સાથે પૂર્ણાહુતિ યોજાઇ હતી. સોમવારે સંવત્સરીની શ્રદ્ધાભેર ઉજવણી કર્યા બાદ પ્રતિક્રમણ કરી સાંજે એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવી જૈનો તેમજ જૈનોત્તરોએ ક્ષમાપના માંગી હતી. મંગળવારે તપસ્વીઓનાં પારણાં યોજાયા હતા.

શહેરનાં શ્રીમાળી પોળ સ્થિત જૈન દેરાસર ખાતેથી બુધવારે સવારે મહારાજ સાહેબની નિશ્રામાં તપસ્વીઓની નગરમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. શણગારેલા બળદ ગાડા, ઘોડા ગાડી સહિત 4 રથોમાં ભગવંતો અને તપસ્વીઓ સાથે ધામધૂમથી નીકળેલી શોભાયાત્રા સોનેરી મહેલ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ થઇ શક્તિનાથ જૈન દેરાસર ખાતે પહોંચી હતી. જયાંથી પરત શ્રીમાળી પોળ પહોંચી સમાપન કરાયું હતું.

ભરૂચમાં શોભાયાત્રા જયાંથી પરત શ્રીમાળી પોળ પહોંચી સમાપન કરાયું

પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ બાદ તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી

જૈન દેરાસરથી શક્તિનાથ સુધી 4 રથમાં વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા

ભગવંતો અને તપસ્વીઓની શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો