તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • સંત સુરદાસ યોજનામાં સુધારો કરી દિવ્યાંગોને પેન્શન આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત સુરદાસ યોજનામાં સુધારો કરી દિવ્યાંગોને પેન્શન આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લાના દિવ્યાંગ લોકોએ સંત સુરદાસ યોજના અંતર્ગત મળતાં લાભોમાં સુધારા લાવી તમામ દિવ્યાંગોને પેન્શન મળે તેમજ તેઓ સન્માન પુર્વક પોતાનું જિવન જીવી શકે તે માટે જરૂરી પુર્તતા કરવાની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

સંત સુરદાસ યોજના દિવ્યાંગ વ્યક્તિઓેને લાગુ પડે તે માટેની પેન્શન યોજના છે. યોજના દિવ્યાંગો સુધી પહોંચેતે માટે ડિસેબીલીટી એડવોકસી ગ્રુપ દ્વારા દરેક જિલ્લામાં આજે ગુરૂવારે જિલ્લા સમાહર્તાને રજુઆત કરવામાં આવી હતી. જેમાં તમણે જણાવ્યું હતું કે, હાલમાં બીપીએલનું 0 થી 16 સ્કોરવાળું કાર્ડ તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતાં લોકોને સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.જેના કારણે મોટા ભાગનાને લાભ મળી શકતો નથી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ 80 ટકાથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતી તેમજ બીપીએલનું કાર્ડ અથવા તો અંત્યોદય કાર્ડ અથવાતો મર્યાદિત આવક ધરાવતાં હોય તેમને મળે તે જરૂરી છે. ઉપરાંત સરકારના વર્ષ 2014ના જીઆર મુજબ 0થી 17 વર્ષના 80 ટકાથી વધારેની દિવ્યાંગતા ધરાવતાં લોકોને રૂપિયા 400 જ્યારે દિવ્યાંગોને 18થી 79 વર્ષના દિવ્યાંગોને 600 રૂપિયા મળવા પાત્ર હોવા છતાં તે અનિયમિત મળે છે. જ્યારે કેટલાંક દિવ્યાંગોના બેન્ક એકાઉન્ટમાં હજી સુધી રકમ જમા થઇ નથી.

દિવ્યાંગોઅે કલેક્ટરને આવેદન આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો