તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચથી સુરત જતી બસોને હાંસોટ ઓલપાડ રૂટ પર ડાયવર્ટ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચથી સુરત જતી બસોને હાંસોટ-ઓલપાડ રૂટ પર ડાયવર્ટ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંગુરુવારે સાંજે પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ, પથ્થરમારો શરૂ થઇ જતા એસ.ટી. વિભાગે પણ સલામતી અને તકેદારીનાં ભાગરૂપે અમદાવાદ અને વડોદરા તરફથી આવતી તમામ એસ.ટી. બસોને ભરૂચ અને સુરત વચ્ચે હાઇવેનાં સ્થાને હાંસોટ-ઓલપાડ ડાયવર્ટેડ રૂટ પરથી પસાર કરવાની ફરજ પડી હતી.

સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે વિરોધ વચ્ચે તોડફોડ શરૂ થઇ જતા એસ.ટી. વિભાગ દ્વારા સાંજથી ભરૂચ-સુરત વચ્ચે દોડતી 300 બસોને તેના હાઇવેનાં નિયત રૂટ પરથી દોડતી અટકાવી દીધી હતી. તકેદારીનાં કારણોસર ભરૂચ- સુરત વચ્ચે દોડતી વિભાગની બસોને ડાયવર્ટ કરી હાંસોટ વાયા ઓલપાડ માર્ગ પરથી સંચાલિત કરવામાં આવી રહી છે. શુક્રવાર સવાર સુધી ભરૂચ-સુરત વચ્ચે એસ.ટી. બસો ડાયવર્ટેડ રૂટ પરથી સંચાલિત થશે. જે બાદ સ્થિતિનું મૂલ્યાંકન કરી બસને તેના નિયત હાઇવેનાં રૂટ પરથી દોડાવવી કે નહિ તેનો નિર્ણય લેવાશે.

અંકલેશ્વર GIDC ડેપો પર સ્ટાફ મૂકી દેવાયો

^અમદાવાદ,વડોદરા તરફથી આવતી એસ.ટી. બસો અંકલેશ્વર જીઆઇડીસી ડેપો થઇ સુરત તરફ જાય છે. સલામતી અને તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક અસરથી જીઆઇડીસી ડેપો પર સ્ટાફ મૂકી દેવાયો છે. જેથી કરી એકપણ બસ હાઇવે પરથી સુરત તરફ જાય નહિ. સુરત તરફ જતી તમામ બસોને ઓલપાડ-હાંસોટનાં માર્ગે દોડાવાઇ રહી છે. >વાય.જે.સૈયદ, વિભાગીય નિયામક, ભરૂચ એસ.ટી.

સ્થિતિનું મૂલ્યાંકન કરી બસને દોડાવવાનો નિર્ણય લેવાશે

સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો