ભરૂચ-દહેજ રેલવેની કચેરીને તાળાબંધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-દહેજવચ્ચે શરૂ કરાયેલી બ્રોડગેજ રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેન સેવા કાર્યરત કર્યા બાદ કોન્ટ્રાકટર પર લેવાયેલા 175 કામદારોને હવે સ્ટાફ સરપ્લસ થઇ જવાથી સિકયોરીટીમાં સમાવવા કે છૂટા કરવાની હિલચાલ કરાતા વિરોધ વંટોળ ફૂટી નીકળ્યો છે. ગેંગમેન કે ગેટમેન તરીકે લેવાયેલા 175 સ્થાનિક કામદારોએ ભરૂચ-દહેજ રેલવે કંપનીની કચેરીને તાળામારી આંદોલનનાં શ્રીગણેશ કર્યા છે.

દહેજનાં ઉદ્યોગો, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને રેલવેની ભાગીદારીમાં માલ પરીવહન માટે ભરૂચ દહેજ રેલવે કંપની લિમિટેડ કાર્યરત કરાઇ હતી. કોન્ટ્રાકટમાં 175 જેટલા સ્થાનિક લોકોને ગેટમેન તેમજ ગેંગમેન તરીકે લેવાયા હતા. ગુડ્ઝ ટ્રેન બાદ ભરૂચ-દહેજ બ્રોડગેજ લાઇન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ થતા વિવાદના બીજ રોપાયા હતા. પેસેન્જર ટ્રેન સેવાના નિભાવ અને સંચાલન માટે રેલવે કંપનીએ પોતાના 30 થી 40 કર્મચારીઓનો સ્ટાફ મૂકી દેતા કોન્ટ્રાકટ પર લેવાયેલા સ્થાનિક કામદારોને સિકયોરીટીમાં અન્ય શિફટ કરવાની હિલચાલ શરૂ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

સ્થાનિક કામદારોએ સિકયોરીટીમાં કામ નહિ કરવાનો નન્નો ભણી કાયમી કરવાની માંગણી સાથે કામ બંધ કરી દીધુ છે. રોજગારી ગુમાવવાનો વારો આવતા રોષે ભરાયેલા સ્થાનિક 175 કામદારોએ ભરૂચ દહેજ રેલવે લિમિટેડ કંપનીની કચેરીનાં મુખ્ય ગેટને તાળાબંધી કરી ફરીથી આંદોલન શરૂ કરતા બી.ડી.આર.સી.એલ. દોડતુ થઇ ગયું છે. ભરૂચ દહેજ રેલવે કંપનીનાં મેનેજિંગ ડિરેકટરે તાત્કાલિક બેઠક બોલાવી છે જેમાં અંગે નિર્ણય લેવાશે. અગાઉ પણ કામદારોએ બે વખત ઉગ્ર આંદોલન છેડયુ હતું.

કાયમી કરવાની માંગ કરી રહ્યાં છે

કામદારોએ ભરૂચ-દહેજ રેલવે કંપનીની કચેરીને તાળામારી આંદોલનનાં શ્રીગણેશ કર્યા.

^ દહેજની કંપનીઓ અને રેલવેએ મળી ભરૂચ દહેજ રેલવે કંપનીની સ્થાપના કરાઇ છે. પ્રથમ ભરૂચ-દહેજ રેલવે લાઇન પર ગુડ્ઝ ટ્રેન કાર્યરત કરાયા બાદ પેસેન્જર સેવા શરૂ કરાતા રેલવેએ સારસંભાળ અને મેઇન્ટેનન્સ પોતાના હાથમાં લીધુ હતું. કોન્ટ્રાકટ પર લેવાયેલા 175 કર્મચારીઓ હાલ કાયમી કરવાની માંગણી કરી રહ્યાં છે, જે શકય નથી. સરપ્લસ થયેલા કોન્ટ્રાકટનાં કામદારોને સિકયોરીટીમાં સમાવવા કવાયત કરતા તેઓએ ઇન્કાર કરી કામબંધ કરી દીધુ છે. >પી. શંકર,એજીએમ

સ્થાનિક કામદારોએ કાયમી કરવાની માંગણી સાથે ફરી આંદોલન છેડયું : અગાઉ પણ આંદોલન છેડયુ હતું

દહેજ રેલવે કંપનીમાં ફરજ બજાવતા ગેંગમેન-ગેટમેનને સિકયુરીટી વિભાગમાં સમાવવાનો વિવાદ

અન્ય સમાચારો પણ છે...