તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શહેરીકરણ તરફ દોટના બદલે કૌશલ્ય વર્ધક તાલિમ માટે હાકલ

શહેરીકરણ તરફ દોટના બદલે કૌશલ્ય વર્ધક તાલિમ માટે હાકલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ-પંચમહાલજિલ્લાના આદિવાસી- જનસમુદાયના ઉધ્ધારક અને વિસ્તારની વિકાસની ગતિને વેગ સાથે પ્રસ્થાન કરાવી સર્વોચ્ચ શિખરો પર લઇ જનારા આદિવાસીઓના મસીહા પૂ.ઠક્કરબાપાની 148મી જન્મ જયંતિની ઉજવણીનો સમારોહ ભીલ સેવા મંડળના પ્રમુખ નરસિંહભાઇ હઠીલાના અધ્યક્ષ સ્થાને મંડળ સંચાલિત દાહોદ, ભીલ કન્યા વિધા મંદિર-આશ્રમ સંકુલ ખાતે કરવામાં આવી હતી.

ભીલ સેવા મંડળના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ નરસિંહભાઇ હઠીલાએ આદિવાસીઓ, દલિતો, પછાતોના ઉધ્ધારકો સાથે ભીલસેવા મંડળમાં સેવા આજીવન સેવા આપનારાઓને યાદ કરી તેઓની સેવાઓ થકી આજે ભીલ સેવા મંડળ પ્રગતિના પંથે હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે ભરૂચ વિશ્વ મંગલમ આશ્રમ બાડોદરાના પૂ.માગ્ર્યસ્મિત સ્વામીએ પૂ.ઠક્કરબાપાના કાર્યોને તથા સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવતા અને આર્શિવચનો પાઠવ્યા હતાં.

પ્રસંગે અમદાવાદ ગુજરાત વિધાપીઠના કુલનાયક અનામિકભાઇ શાહે સંસ્થાના વિદ્યાર્થીઓ શહેરીકરણ તરફ દોટ મુકતા કૌશલ્ય વર્ધક તાલીમ લઇ સ્વરોજગારી માટેના પ્રયાસો કરવા સંસ્થાના હોદ્દેદારો, અગ્રણીઓ રાજ્ય સરકારના પરામર્શમાં રહે તેવી વિનંતી કરી હતી.

કાર્યક્રમમાં ગુર્જર ભારતી સંસ્થાના ટ્રસ્ટી ગોપાલભાઇ ધાનકાએ મહાનવિભૂતિઓનું નામ દાહોદ શહેરના માર્ગો સાથે જોડાય તેવી અપેક્ષા વ્યકત કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબહેન મોદીએ પ્રાસંગોચિત પ્રવચન કર્યું હતું.

પ્રસંગે સ્‍વ. પૂ.શ્રી સુખદેવભાઇ વિશ્વનાથ ત્રિવેદીના પુસ્તકનું વિમોચન ર્ડા.પારૂલબેન ધીરેનકુમાર પંડયાએ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે સ્વ. પૂ.શ્રીઠક્કરબાપા, સ્વ.પૂ.શ્રી સુખદેવકાકા, સ્વ.પૂ.શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત, સ્વ.પૂ.ડાહયાભાઇ નાયકની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

દાહોદમાં પુ.ઠક્કરબાપાની 148 જન્મજયંતિની ઉજવણી

સંસ્થાને વટવૃક્ષ સુધી પહોંચાડનાર મહાનવિભૂતિઓની નવિન મૂર્તિઓનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...