તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • સગી પુત્રી સાથે દુષ્કર્મ કેસમાં પિતાને 10 વર્ષની સજા ફટકારી

સગી પુત્રી સાથે દુષ્કર્મ કેસમાં પિતાને 10 વર્ષની સજા ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરતાલુકામાં આવેલાં એક ગામની તરૂણી સાથે તેના સગા પિતા દ્વારા અવાર-નવાર શારીરિક છેડછાડ કરવા સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાને પગલે અંક્લેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બનાવ સંદર્ભે ભરૂચની પોસ્કો અદાલતમાં કેસ ચાલી જતાં કોર્ટે સમગ્ર મામલાની દલીલો સાંભળીને તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને પિતાને કસુરવાર ઠેરવી પિતાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારતાં પંથકમાં ચકચાર જાગી છે.

કેસની વિગત એવી છે કે, અંક્લેશ્વર તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી તરૂણીને તેના પિતા દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવતી હતી. પહેલાં પિતાની હરકત અંગે તરૂણીને શંકા નહીં જતાં પિતાએ તેની સાથે શારીરિક છેડછાડ વધારી દેતાં તરૂણી ગભરાઇ ગઇ હતી. પોતાના સગા પિતા દ્વારા તેની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવતી હોવાને કારણે તે સમાજ અને પરિવારના બીકના મારે બધુ સહન કરી રહી હતી. જોકે બાદમાં પિતાની હિંમત ખુલતાં તેણે તરૂણીની માતાની ગેરહાજરીમાં તેની સાથે જબજસ્તીથી ધાકધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ અવાર નવાર તક મળતાં પિતા દ્વારા પુત્રીનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. જોકે પિતાની અમાનુષી હરકતથી કંટાળી ગયેલી પુત્રીએ આખરે હિમંત ભેગી કરી સમગ્ર ઘટાના અંગે પોતાની માતાને વાકેફ કરતાં તેની માતાને પણ આઘાત લાગ્યો હતો. દરમિયાન પુત્રી સાથે થયેલાં અન્યાયને પગલે માતાએ આખરે અંક્લેશ્વર પોલીસ મથકે સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિત પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંગેનો કેસ ભરૂચની ખાસ પોસ્કો અદાલતમાં ચાલી જતાં અદાલતના પ્રિસાઇડિંગ જજ જી. એમ. પટેલે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તેમજ પુરાવા અને તેમાંય ખાસ કરીને સાયન્ટિફિક પુરાવાને ધ્યાનમાં લઇને કોર્ટે પિતાને કસુરવાર ઠેરવી તને 10 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 1000નો દંડ ફટકાર્યો હતો.

માતાની ગેરહાજરીમાં પિતા દુષ્કર્મ આચરતો હતો પુત્રીએ માતાને ઘટનાથી વાકેફ કરતાં ભાંડો ફૂટ્યો

અંક્લેશ્વરના એક ગામની ઘટનામાં કોર્ટનો ચુકાદો

અન્ય સમાચારો પણ છે...