તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના તપોવન સંકુલમાં યજ્ઞશાળાનું ભૂમિપૂજન યોજાશે

ભરૂચના તપોવન સંકુલમાં યજ્ઞશાળાનું ભૂમિપૂજન યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયસંસ્કૃતિમાં, વેદોમાં, પુરાણોમાં તથા ભાગવત ગીતામાં હોમ, હવન અને યજ્ઞનું ખુબ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો પ્રમાણે આપણી ભારતીય વૈદિક પરંપરાને જાળવી રાખવા માટે યજ્ઞએ ખુબ જરૂરી ગણવામાં આવેલ છે. ભરૂચમાં તપોવન સંકુલમાં નર્મદા સંસ્કૃત વિદ્યાલયના છાત્રોને વિવિધ પ્રકારના યજ્ઞોનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુને ધ્યાનમાં રાખીને તપોવન સંકુલમાં યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે. તપોવનો ભાવિકોને પણ લાભ મળે તે હેતુથી પણ યજ્ઞ માટેનું સ્થળ મળી રહે તે માટે નવા તપોવન સંકુલમાં ભવનનું નિર્માણ કરવામાં આવી રહયું છે. તા.7મી ડીસેમ્બરે સવારે 11.30 વાગ્યે યજ્ઞશાળાનો શિલાન્યાસ કરવામાં આવશે. પ્રસંગે જાહેર જનતાને તેનો લાભ લેવા હાજર રહેવા માટે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશ પંડયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...