તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસનીસમજાવટ તેમજ અન્ય બેંકો પાસેથી રોકડાની જેમ તેમ કરી વ્યવસ્થા કરાતા માંડ માંડ મામલો થાળે પડયો હતો.

અન્ય શાખા પરથી તાબડતોબ 50 લાખ ઉઘરાવી ગાડું ગબડાવાયું

બેંક ખૂલતા પેમેન્ટ બંધ રહેશેનાં બોર્ડ જોઇ કતારોમાં રહેલા લોકોએ પિત્તો ગુમાવ્યો હતો. ગ્રાહકોનાં ભારે રોષ અને હંગામા બાદ અધિકારીઓએ બીઓબીની અન્ય શાખાઓ પર ફોનનો મારો વરસાવી રૂ. 50 લાખ મંગાવી બની શકે તેટલા ગ્રાહકોને ઓછી-વત્તી રકમ આપવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા

નાણાં વગર રોષે ભરાયેલા ગ્રાહકોએ બેંક કર્મચારીઓનો ઘેરાવો કરવા સાથે બેંકમાં ધરણાં પર બેસી જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી તેમની હાય હાય બોલાવી હતી.

ભરૂચના88 પેટ્રોલપંપ...

જેનાથીપેમેન્‍ટ પણ કરી શકાય તેમજ પૈસા પણ ઉપાડી શકાય તે માટે ઉપરોક્‍ત જગ્‍યાઓએ સુવિધા ઉભી કરવા બેંકોને સુચના આપી હતી. શાકભાજી માર્કેટ સહિતના સ્થળોએ પણ ટુંક સમયમાં સુવિધા શરૂ કરી દેવામાં આવશે.

જિલ્લાના કોઇ પણ વ્‍યક્‍તિ બેંક એકાઉન્‍ટથી વંચિત રહે તે માટે લીડ બેંક સહિત તમામ બેંકર્સને સુચના આપી હતી. માટે દરેક લોકોને પોતાના ગામમાં યોજાતા કેમ્‍પોમાં જઇને પોતાનું ખાતું ખોલાવે તેવી અપીલ પણ કરી હતી.બેઠકમાં નિવાસી અધિક કલેક્‍ટર બી.જી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીવરૂનકુમાર બરનવાલ, અંકલેશ્વર અને જંબુસરના પ્રાંત અધિકારીશ્રીઓ, પુરવઠા અધિકારી દવે, લીડ બેંકના અધિકારીશ તેમજ અન્‍ય બેંકોના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્‍યા હતાં.

સેન્ટીંગનુંકામ કરતો...

થઇગયો હતો. ઘટનાને પગલે અન્ય કામદારોએ દોડી આવતાં તેની હાલત ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના23 પોલીસ...

બીડિવિઝનમાં 11, સી ડિવિઝનમાં 22, ભરૂચ ગ્રામ્યમાં 06, નબીપુરમાં 06, પાલેજમાં 05, દહેજમાં 09, દહેજ મરીનમાં 09 તથા મહિલા પોલીસ સ્ટેશનમાં 20 લોકરક્ષક કોન્સટેબલની ભરતી કરવામાં આવી છે. જંબુસરમાં 10, આમોદમાં 06, વાગરામાં 06, કાવીમાં 06 અને વેડચમાં 03 કોનસ્ટેબલની ભરતીના હુકમ કરાયાં છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં શહેર પોલીસ સ્ટેશનમાં 20, રૂરલમાં 08, જીઆઇડીસીમાં 04 કોન્સટેબલનો નવો સ્ટાફ ઉમેરાશે. હાંસોટમાં 07, વાલીયામાં 07, નેત્રંગમાં 08, ઝઘડીયામાં 08, રાજપારડીમાં 07 તથા ઉમલ્લામાં 06 મળી કુલ 218 નવી ભરતી કરવામાં આવી છે. જિલ્લાના પોલીસ તંત્રમાં ભરતી કરાયેલા નવા કોનસ્ટેબલો પૈકી 144 પુરૂષ અને 74 મહિલાઓનો સમાવેશ થવા જાય છે. ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે 43 પુરૂષ અને 25 મહિલાઓ મળી કુલ 68 લોકરક્ષક કોનસ્ટેબલની ભરતી કરવામાં આવી છે.

એમિટીસ્કૂલ દ્વારા...

ારીરિકઅનેમાનસિક સ્વાસ્થ્ય બગાડે તેવાહોવા છતાં પોતાની ફરજ બજાવી હતી. જેને પગલે એમિટી સ્કૂલનાવિદ્યાર્થીઅો તેમજ શિક્ષક દ્વારા શહેરની વિવિધ બેન્કોની શાખા તેમજ પોસ્ટ વિભાગ ખાતે જાતે મુલાકાત લઇ અધિકારીઓ તેમજ કર્મચારીઓને તેમની નિષ્ઠાપુર્વકની સરાહનિય કામગીરીને બિરદાવી હતી. તેમજ દરેક શાખાને અભિનંદન પત્ર તેમજ સમાજસેવક અને રક્તપિત્તના દર્દીઓ માટે સેવા પુરી પાડતાં સુરેશ સોની દ્વારા સંપાદિત પુસ્તિકા શ્રદ્ધાનું પણ દરેક બેન્ક અને પોસ્ટના કર્મચારીઅોને અર્પણ કરી તેમની અનન્ય સેવાઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...