તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચની BOBમાં કેશ મુદ્દે ગ્રાહકોનો હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાં21 માં દિવસે ભરૂચ શહેરની મહંમદપુરા સ્થિત બેંક ઓફ બરોડા મંગળવારે ઝીરો કેશ સાથે ખુલતા નાણાં લેવા કતારોમાં ઉભેલા 700 ગ્રાહકોની ધીરજ ખૂટી જતા હંગામો મચાવ્યો હતો. ગ્રાહકોએ બેંકમાં કેશની માંગ સાથે ધરણાં પર બેસી જતા વણસતી સ્થિતીને કાબૂમાં લેવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

મંગળવારે હાથ ઉપર ઝીરો રૂપિયા સાથે સવારે 10 કલાકે શહેરની મહંમદપુરા સ્થિત બેંક ઓફ બરોડા ખૂલતા પૈસા માટે પહેલેથી કતારોમાં ઉભેલા 600 થી 700 ગ્રાહકોએ મિજાજ ગુમાવ્યો હતો. બેંકની અંદર ધરણાં પર બેસી જઇ પૈસા આપોની લોકોએ પસ્તાળ પાડતા 11 કર્મચારીઓનો સ્ટાફ જનઆક્રોશ જોઇ હચમચી ઉઠયો હતો. ટોળાને બેંકની લાચારી વ્યક્ત કરવા છતા લોકો નહિ માનતા અંતે વણસતી જતી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો બોલાવવો પડયો હતો. સ્થાનિક આગેવાનો,

...અનુસંધાન પાના નં.2

પોલીસની સમજાવટ તેમજ અન્ય બેંકો પાસેથી રોકડાની જેમ તેમ કરી વ્યવસ્થા કરાતા માંડ માંડ મામલો થાળે પડયો હતો.

અન્ય શાખા પરથી તાબડતોબ 50 લાખ ઉઘરાવી ગાડું ગબડાવાયું

બેંક ખૂલતા પેમેન્ટ બંધ રહેશેનાં બોર્ડ જોઇ કતારોમાં રહેલા લોકોએ પિત્તો ગુમાવ્યો હતો. ગ્રાહકોનાં ભારે રોષ અને હંગામા બાદ અધિકારીઓએ બીઓબીની અન્ય શાખાઓ પર ફોનનો મારો વરસાવી રૂ. 50 લાખ મંગાવી બની શકે તેટલા ગ્રાહકોને ઓછી-વત્તી રકમ આપવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા

નાણાં વગર રોષે ભરાયેલા ગ્રાહકોએ બેંક કર્મચારીઓનો ઘેરાવો કરવા સાથે બેંકમાં ધરણાં પર બેસી જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી તેમની હાય હાય બોલાવી હતી.

700 ખાતેદારો સવારે 10 વાગ્યેથી કતારોમાં ઉભા હતા : સ્થિતિ વધુ વણસતા તાબડતોબ પોલીસ બોલાવવામાં આવી

{ સ્થાનિક આગેવાનો, પોલીસની સમજાવટ અને અન્ય શાખા પાસેથી નાણાંની વ્યવસ્થા કરાતા મામલો સમેટાયો હતો

{ ભરૂચના મહંમદપુરા બીઓબી શાખાનાં 11 વ્યક્તિનાં સ્ટાફનો લોકોએ ઘેરાવો કરી બેંકમાં ધરણાં પર ઉતર્યા

કેશની તકલીફ વચ્ચે વ્યવસ્થા સાચવવાનો પ્રયાસ

^કેશનીસમસ્યાં છે. ગ્રાહકોને તકલીફ પડે તેવો મહત્તમ પ્રયાસ કરાઇ રહ્યો છે. બ્રાંચ પર રોજની 700 થી 800 ગ્રાહકોની ભીડ રહે છે. વધુ કેશ મેળવવા અમે પ્રયત્ન કરી રહ્યાં છે. > એમ.ડી.મીના,ડેપ્યુટીમેનેજર

BOBમાં શાખાની સ્થિતિ

ગ્રાહકો કતારોમાં ક્લાકો સુધી ઉભા પણ કેશ મળી

^ખાતામાં છતે પૈસે અમારા છોકરા ભૂખે મરી રહ્યાં છે. સવારનાં બેઠા છીએ, અમે શું ખાઇશું, બેંકને કહો અમારા પૈસા આપે. પ્રજા કેટલી હદે દુ:ખી થઇ ગઇ છે. > ઝુબેદાપટેલ, ગ્રાહક

^બેંક અમારા પૈસા અમને આપતી નથી. રોકડા વગર રોજિંદુ જીવન કઇ રીતે ચલાવીએ. બેંક ખુલતા પહેલા કતારોમાં ઉભા હતા અને બેંક ખુલી તો જાણવા મળ્યું કે તેની પાસે પૈસા નથી. > મનીષાપટેલ, ગ્રાહક

^બેંક ખુલવાની રાહે વહેલી સવારનાં આવીને બેઠા હતા. સવારે 10 કલાકે બેંક ખુલતા ચલો હવે પૈસા મળશે તો દવા લાવીશુ તેવી આશ બંધાઇ હતી. જો કે બેંકે પૈસા નહિ હોવાનું જણાવી અમને રડતા કરી દીધા હતા. > રમીલામિસ્ત્રી, ગ્રાહક

ભરૂચની મંહમદપુરા BOBમાં સવારથી રૂપીયા ઉપાડવા ગ્રાહકો કતારોમાં ઉભા હતાં કેશ નહી મળતાં હોબાળો મચાવ્યા હતો.તસવીર-રાજેશ પેન્ટર

અન્ય સમાચારો પણ છે...