તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દંપતિના ઝઘડામાં છોડાવવા પડેલાં શખ્સ પર ચપ્પુથી હૂમલો

દંપતિના ઝઘડામાં છોડાવવા પડેલાં શખ્સ પર ચપ્પુથી હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં મંગલેશ્વર ગામે એક દંપતિ તેમના પારિવારીક મતભેદના પગલે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યું હતું. વિસ્તારમાં રહેતાં એક શખ્સે પતિને ઝઘડો નહીં કરવા માટે સમજાવવા જતાં ઉશ્કેરાયેલાં પતિએ આવેશમાં આવી જઇ તેની ઉપર ચપ્પુથી ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં મંગલેશ્વર ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો વિનોદ મનુ વસાવા ગામમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં વિસ્તારમાં રહેતો મંગુ કાલીદાસ વસાવા તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો. ઉપરાંત તેના હાથમાં ચપ્પુ હોઇ તે તેની પત્ની સાથે ઝપાઝપી કરી રહ્યો હોઇ કોઇ અનિચ્છનિય બનાવ બને તે માટે વિનોદે તેમનો ઝઘડો છોડાવવાની કોશિષ કરી હતી. દરમિયાન મંગુ વસાવાએ આવેશમાં આવી જઇ વિનોદ સાથે બોલચાલી શરૂ કરી દેતાં તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ગુસ્સે ભરાઇને ઝપાઝપી કરી વિનોદના ગળાના ડાબાભાગે, છાતીમાં તેમજ પેટની ડાબી બાજના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજાઅો થઇ હતી. ઘટના બાદ મંગુ બનાવની જગ્યાએથી નાસી છુટ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં વિનોદને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો : નબીપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ભરૂચ તાલુકામાં આવેલાં મંગલેશ્વર ગામનો બનાવ

અન્ય સમાચારો પણ છે...