તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વરની વિવિધ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરની વિવિધ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભગવાનને જોશો તો કોઇના પ્રત્યે વેર નહીં રહે


આત્મશુદ્ધીકરી પ્રત્યેકમાં ભગવાનને જોશો તો કોઇના પ્રત્યે વેરઝેરી નહીં રહે. સાચા સંગી બની એકબીજાની હરિફાઇ નહીં પણ મદદ કરો તેમ વાલ્મિકી આશ્રમના સંત કમલાકર મહારાજે ગુરૂ પુર્ણિમાના પાવન અવસરે જણાવ્યું હતું. ભરૂચ-નર્મદા જિલ્લાના મંદિરો, આશ્રમોમાં ભક્તિસભર માહોલમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમાનાં પર્વએ સવારથી ઝરમર વરસાદ વચ્ચે ભરૂચ,અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા, નેત્રંગ, વાલિયા, જંબુસર, આમોદ સહિતનાં પંથકમાં આવેલા મંદિરો તેમજ આશ્રમો ખાતે ગુરુપૂજન અને દર્શન કરવા ભકતોની લાંબી કતારો જામી હતી. બંને જિલ્લામાં આવેલાં આશ્રમો તેમજ દેવાલયો ખાતે મંગળવારે સવારથી અનુયાયીઓએ ગુરૂના ચરણોમાં શિશ ઝૂકાવી તેમના શુભાશિષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચનાં નદી કાંઠે આવેલા આશ્રમો ગાયત્રી અલખધામ, શીતળામાતા મંદિર, ત્રિગુણાતિત આશ્રમ, હંસધામ, ધ્યાનિધામ, મનિષાનંદ આશ્રમ, સ્તંભેશ્વર તીર્થ સ્થાન ખાતે સંતો મહંતો, અલખગીરીજી મહારાજ, લોકેશાનંદજી, ઓમકારાનંદજી, રઘુનાથદાસજી, વિદ્યાનંદજી, ઝઘડિયા ગુમાનદેવ મંદિરનાં મહંત સહિતનાં ગુરુપૂજન માટે ભક્તિ સાગર છલકાઇ ઉઠયો હતો.

ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મપરિવારના ગાદીપતિ સોમદાસબાપુના સાંનિઘ્યમાં ગુરુપિૂર્ણમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાંથી આવેલાં સનાતન ધર્મ પરિવારના અનુયાયીઓ તથા રાજકીય આગેવાનોએ સોમદાસબાપુના આશીર્વાદ મેળવ્યાં હતાં. ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી મંદિર ખાતે આવેલાં ગુપ્તરૂમને ભકતોના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવતાં રાજયના વિવિધ શહેરોમાંથી આવેલાં ભાવિક ભકતોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

અંકલેશ્વરમાં વિવિધ મંદિર થતાં આશ્રમોમાં ગુરુને વંદન કરી તેમના આર્શિવાદ મેળવા માટે ગુરુભક્તોની ભીડ જોવા મળી હતી. સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુની વંદના ભક્તોએ કરી હતી. ચૌટાબજારમાં સતકૈવલ મંદિરે પંથના ભક્તો દ્વારા ગુરુ વંદના કરી હતી. પંચાતી બજાર સ્થિત કબીર આશ્રમ ખાતે કબીર પંથીઓએ ગુરુ ભક્તિ કરી હતી. જૂના દીવા સ્થિત ભાથીજી મંદિર ખાતે મહંત જસવંતદાસજી ભક્તો તેમની તસ્વીર અને પાદુકા પૂજન કરી ગુરુના આર્શિર્વાદ મેળવ્યા હતા. ઉછાલી નર્મદા આશ્રમ સહિત વિવિધ આશ્રમ અને તીર્થ સ્થળો જઇ ભક્તોએ ગુરુવંદના સાથે પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા. ઝઘડિયા તાલુકા સહિત ઉમલ્લામાં મંદિરો અને આશ્રમોમાં ભકતોની ભીડ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉમલ્લા અને અછાલિયામાં રંગમંદિરે રંગ અવધૂતની મૂર્તિ તેમજ પાદૂકા પૂજન માટે અવધૂત ભકતો ઉમટી પડયા હતા.

ઝઘડીયાના અછાલીયા ગામે આવેલી રંગકુટિર ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તસવીર-મુકેશશાહ

જીવનના સાચા પથક દર્શક ગુરુનાં ચરણોમાં શીશ ઝૂંકાવી આર્શીવાદ લેવા ભક્તોની ભારે ભીડ

ભરૂચ-નર્મદા જિલ્લામાં ગુરુનાં શુભાશિષ મેળવવા વહેલી સવારથી મંદિરો-આશ્રમોમાં કતારો

અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો