તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • નર્મદા ડેમ અસરગ્રસ્તોનો મુદ્દો સાંસદ અહેમદ પટેલ ઉઠાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા ડેમ અસરગ્રસ્તોનો મુદ્દો સાંસદ અહેમદ પટેલ ઉઠાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાં19 ગામનાં નર્મદા ડેમ વિસ્થાપિતોની પાયાની સુવિધા અને પડતર માંગણીઓને લઇ ચાલી રહેલા પ્રતીક ઉપવાસનાં પાંચમા દિવસે સાંસદ અહેમદ પટેલની સૂચનાથી ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોની મુલાકાત લઇ તેમને સમર્થન જાહેર કર્યુ હતું. અસરગ્રસ્તોની 25 જેટલી સમસ્યાંનો અહેવાલ સાંસદ અહેમદ પટેલે મંગાવી લોકસભાનાં ચોમાસુ સત્રમાં મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે.

સાંસદ અહેમદ પટેલને ડેમ અસરગ્રસ્તો ભૂખ હડતાળ પર બેઠા હોવાની જાણ થતા મંગળવારે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિને દિલ્હીથી સૂચના આપી તેઓની મુલાકાત લેવા જણાવ્યું હતું. અહેમદ પટેલની સૂચનાથી મંગળવારે કેવડિયા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસની ટીમે પહોંચી ઉપવાસ આંદોલન પર બેસેલા અસરગ્રસ્તોનાં ખબર અંતર પૂછયા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મંત્રી અરવિંદ દોરાવાલા, માજી ધારાસભ્ય પી.ડી.વસાવા, અમરસિંહ વસાવા, પ્રદેશ મંત્રી હરેશ વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી, પ્રમુખ પ્રફુલ પટેલ, શહેર પ્રમુખ ઠાકોર સહિતના આગેવાનોએ વિસ્થાપિતોને પોતાનુ સમર્થન જાહેર કર્યુ હતું. અસરગ્રસ્તોની વિવિધ સમસ્યાંઓ અને માંગણીઓનો ચિતાર મેળવ્યો હતો.

સાંસદ અહેમદ પટેલે ઉપવાસ પર બેસેલા અસરગ્રસ્તોનાં આગેવાનો સાથે વાત કરી તેમના ખબર અંતર પૂછવા સાથે વિસ્થાપિતોનો મુદ્દો સાંસદનાં ચોમાસુ સત્રમાં ઉઠાવવાની ખાતરી આપી હતી. કોંગ્રેસી પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોની માહિતી મેળવી તેનો અહેવાલ અહેમદ પટેલને મોકલી આપવા કવાયત હાથ ધરી છે. સાથે કોંગ્રેસ હંમેશા અસરગ્રસ્તોની પડખે રહેશે તેવી હૈયાધારણાં પણ આપી હતી. હજી સુધી રાજયકક્ષાએથી એક પણ જવાબદાર અધિકારી, મંત્રી કે ધારાસભ્ય વિસ્થાપિતોની વહારે આવ્યા નહિ હોવાનો અસરગ્રસ્તોએ રોષ ઠાલવ્યો હતો.

^અસરગ્રસ્તોની વસાહતોમાં પીવાના પાણી, આરોગ્યથી લઈ અનેક સમસ્યા છે. જે હકીકત હોવા છતા રાજય સરકાર તેઓની માંગણીઓ સ્વિકારતી નથી. સરકાર માલેતુજારોની છે ગરીબો કે ખેડૂતોની નથી. અસરગ્રસ્તોએ પોતાના હક માટે ઉપાડેલુ આંદોલન હવે દિલ્હી પહોંચશે. >રાજેન્દ્રસિંહ રણા,પ્રમુખ,કોંગ્રેસ

^ડેમ વિસ્થાપિતોની સમસ્યાં અંગે રાજય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરાશે. હાલના સંસદના ચાલુ સત્ર મા મુદ્દો ઉઠાવાશે. ગુજરાતના વિસ્થાપિતોની આવી દશા છેલ્લા 20 વર્ષમાં થઇ છે. જે જાણીને ખૂબ દુઃખ થયું છે. કોંગ્રેસ તેમની સાથે છે અને શક્ય થશે તો હું પણ કેવડિયા ડેમ અસરગ્રસ્તોને મળવા આવીશ. >અહેમદ પટેલ,સાંસદ

અસરગ્રસ્તોનું આંદોલન દિલ્હી પહોંચશે

રાજય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે

અંકલેશ્વરના વિવિધ મંદિરો તથા આશ્રમો ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તસવીર-હર્ષદમિસ્ત્રી

ડેમ અસરગ્રસ્તોને કોંગ્રેસ મંડળ દ્વારા સમર્થન જારી કર્યુ

કેવડિયામાં વિસ્થાપિતોનાં પ્રતીક ઉપવાસનો 5મો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો