તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલદ ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાતાલુકામાં આવેલાં મુલદ ગામની સીમમાં એક યુવતિનો હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી હતી. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસ સહિત એલસીબી તેમજ ડોગ સ્કવોર્ડની ટીમે સ્થળ ઉપર પહોંચી હત્યારાના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

ઝઘડિયા તાલુકામાં આવેલાં મુલદ ગામના પાદરમાં આજે મંગળવારે સવારે એક યુવતીનો હત્યા કરેલો મૃતદેહ પડ્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતાં ગ્રામજનો તેમજ આસપાસના લોકોના ટોળા સ્થળ ઉપર એકત્ર થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં ગામના સરપંચ સ્થળ પર ધસી આવતાં આશરે 20 વર્ષની યુવતિના ગળામાં ઓઢણી વડે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું જણાતાં તેમણે સમગ્ર ઘટનાથી ઝઘડિયા પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ઉપરાંત ઘટનાની જાણ થતાં ભરૂચ એલસીબીની ટીમ પણ બનાવની જગ્યાએ ધસી આવી હતી. પ્રાથમિક તપાસમાં કાળા કલરનો સોનેરી ભરતકામ વાળો પંજાબી ડ્રેસ તેમજ લાલ કલરની લેંગી પહેરેલ મૃતક યુવતીના આંખોના ભાગે માર માર્યો હોવાને કારણે ચામડી કાળી પડી ગઇ હોવાનું તેમજ તેના શરીર પર અન્ય ભાગો ઉપર પણ માર મારવાને કારણે ચામઠા પડી ગયાં હોય તેવા નિશાન પડ્યાં હતાં. હત્યારાએ યુવતીના ગળામાં ઓઢણીથી ટૂંપો આપી ગાંઠ મારી ફીટ કરી દિધેલાનું જણાયું હતું.

ઝઘડીયાના મુલદ ગામ નજીકથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો.તસવીર-મુકેશ શાહ

અન્ય સ્થળે હત્યા કરી હોવાની આશંકા

^ઝઘડિયાનામુલદ ગામની સીમમાં યુવતીની હત્યા કરાયેલી લાશ તેમજ સ્થળ તપાસના આધારે હાલના તબક્કે યુવતીની હત્યા અન્ય કોઇ સ્થળે કરી ત્યાં ફેંકી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જોકે મૃતકનું સુરત ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. >સુનિલ તરડે,ઇન્સ્પેક્ટર,એલસીબી

ગળામાં ઓઢણીનો ટૂંપો દઇ હત્યા કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો