તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • 957 સરકારી શાળાઓમાં છાત્રોને આધુનિક પધ્ધતિથી શિક્ષણ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

957 સરકારી શાળાઓમાં છાત્રોને આધુનિક પધ્ધતિથી શિક્ષણ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ખાનગી શાળાઓની જેમ આધુનિક ટેકનોલોજી સભર શિક્ષણ મળી રહે તે માટે તમામ 957 પ્રાથમિક શાળાઓમાં ઇ-લર્નિંગ સોફટવેર અપાશે. ગુરૂપૂર્ણિમાના દિવસે અંકલેશ્વરમાં આયોજીત સમારંભમાં ડીડીઓના હસ્તે સોફટવેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રોટરી ડીસ્ટ્રીક 3060 ના ઉપક્રમે ભરૂચ જિલ્લાની પાંચ ક્લબના સહયોગથી 957 જેટલી શાળાઓમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 1.50 લાખ કરતા બાળકોને ટેક્નોલોજી સભર ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે ઈ-લર્નિગ સોફ્ટવેર અર્પણ કરાશે. ટેકનોલોજીના યુગમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ઈ-લર્નિગ સોફ્ટવેર ખુબજ ઉપયોગી નીવડશે અને શિક્ષકો તેનો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ડીડીઓ આનંદ પટેલએ શાળાના પ્રતિનિધિઓને કર્યો હતો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીન, રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરી ક્લબ ઓફ દહેજના સહયોગથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતેથી ગુરૂપૂર્ણિમાના દિવસે સોફટવેરનું લોકાર્પણ કરાયું હતું. આગામી દિવસોમાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ઇ-લર્નિંગ સોફટવેરથી સજજ બનશે અને તેનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે. પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશ ડોડીયા,મયુર વ્યાસ, મીરાંબેન પંજવાણી,મનીષ શ્રોફ, પરાગ શેઠ, હિતેશ જરીવાલા, પ્રફુલ ભટ્ટ, અશોક પંજવાણી, આશિષ દેસાઈ, સુનિલ વ્યાસ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અંકલેશ્વર ખાતે પ્રાથમિક શાળાઓમાં ઇ-લર્નિંગ સોફટવેરનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. તસવીર-હર્ષદમિસ્ત્રી

ભરૂચ જિલ્લાની પ્રા.શાળાઓમાં 1.50 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

અંકલેશ્વરમાં ગુરૂપૂર્ણિમાના દિવસે ઇ-લર્નિંગ સોફટવેરનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો