તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે સ્વચ્છતા અંતર્ગત સફાઇકાર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે સ્વચ્છતા અંતર્ગત સફાઇકાર્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાકાળીતલાવડી સ્થિત પોલીસ હેડકવાટર્સ ખાતે કર્મચારીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 200થી વધારે તાલીમાર્થીઓએ વિવિધ સ્થળોની સફાઇ કરી જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.

ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સૌથી વધારે શકયતાઓ રહેલી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સતત ફરજ બજાવી રહેલાં પોલીસ કર્મચારીઓને ફરજના સ્થળે તથા રહેણાંક વિસ્તારોમાં સફાઇ જળવાઇ રહે તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પોલીસ હેડકવાટર્સ ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ડીએસપી સંદિપસિંગના સીધા માર્ગદર્શન હેઠળ 200થી વધારે તાલીમાર્થી ભાઇઓ તથા બહેનોએ એસપી કચેરી, પોલીસ તાલીમ ગ્રાઉન્ડ, આરએસઆઇ ઓફિસ, એમટી વિભાગ, તાલીમ બેરેક, પોલીસ કવાટર્સ સહિતના વિસ્તારોમાં સફાઇ કરી હતી. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મેલેરિયાના રોગચાળાને અટકાવવા માટે ફોગિંગ પણ કરાયું હતું. સફાઇ અભિયાનમાં નગરપાલિકાનો સહયોગ સાંપડયો હતો.

ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું.તસવીર રાજેશપેઇન્ટર

રોગચાળો ફાટી નીકળે તે માટે જંતુનાશક દવાનો છંટકાવ

200થી વધારે મહિલા-પુરૂષ તાલીમાર્થીઓ અભિયાનમાં જોડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો