તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચના મુખ્ય માર્ગો રખડતાં ઢોરના અડીંગાથી પાંજરાપોળમાં ફેરવાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના મુખ્ય માર્ગો રખડતાં ઢોરના અડીંગાથી પાંજરાપોળમાં ફેરવાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના માર્ગો પર પશુઓના અડીંગાના કારણે પાંજરાપોળ બની ગયાં છે. રખડતા ઢોરના માલિકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી તેમને છુટો દોર મળી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઢોરોના અડીંગાને કારણે અકસ્માત તથા ગંદકીની સમસ્યા ઉભી થઇ છે.

ચોમાસાની શરૂઆત થતાંની સાથે શહેરના મુખ્યમાર્ગો પર પશુઓનો અડીંગો જોવા મળી રહયો છે. સ્ટેશન રોડ, લીંક રોડ, ઝાડેશ્વર રોડ, સેવાશ્રમ રોડ સહિતના મુખ્યમાર્ગો પર ગાય, ભેંસ અને ગધેડા સહિતના પશુઓનો જમાવડો થતો હોવાથી અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. માર્ગો પર પશુઓ બેસી રહેતાં હોવાથી રસ્તાઓ રોકાઇ જાય છે જેના કારણે વાહનચાલકોને વાહનો ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.

સવારથી સાંજ સુધી પશુઓના અડીંગાને કારણે તેમના મળમુત્રને કારણે ગંદકી ફેલાઇ છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહયું છે તો બીજી તરફ ગંદકી ફેલાઇ રહી છે. દર વર્ષે ચોમાસું શરૂ થતાં પશુપાલકો તેમના પશુઓને ઘાસચારા માટે છુટ્ટા મુકી દેતાં હોય છે જેના કારણે ટ્રાફિક અને ગંદકીની સમસ્યા સર્જાતી હોય છે. નગરપાલિકા દર વર્ષે પશુઓને પાંજરે પુરે છે પણ ફરીથી એજ સમસ્યા સર્જાઇ છે. પશુપાલકો સામે કડક કાર્યવાહી થતી નહિ હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

દંડની રકમ ~100થી ~500 કરાઇ

માર્ગો પર રખડતાં ઢોરોના અડીંગાને કારણે ટ્રાફિક તથા ગંદકીની સમસ્યા વકરી છે. તસવીર-રાજેશપેઇન્ટર

ભરૂચ શહેરમાં રખડતાં ઢોરને પકડીને પાલિકા પાંજરાપોળમાં મોકલી આપે છે. રખડતાં ઢોરોને છોડાવવા માટે પશુપાલકો પાસેથી લેવામાં આવતાં દંડની રકમ 100 રૂપિયાથી વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે તેમ છતાં પશુપાલકો તેમના ઢોરોને રખડતાં મુકી રહયાં છે.

સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, કોર્ટ રોડ, લીંક રોડ સહિતના વિસ્તારોમાં ભારે ગંદકી

પશુપાલકો સામે કડક હાથે કાર્યવાહી થતી નહિ હોવાથી દર વર્ષે સર્જાતી સમસ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો