તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • દલિત અત્યાચારના વિરોધમાં ભરૂચમાં વાલ્મિક સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત અત્યાચારના વિરોધમાં ભરૂચમાં વાલ્મિક સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો પર થયેલાં અત્યાચારના પ્રકરણમાં ભરૂચમાં પણ સમગ્ર ઘટનાનો વિરોધ જોવા મળી રહ્યો છે. દલિત - વાલ્મિક સમાજ દ્વારા કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલીઓ - આવેદન પત્ર આપવાનો દોર શરૂ કર્યો છે. આજે વાલ્મિક સમાજના આગેવાનો દ્વારા શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ઉનાના સામઢિયાળા ખાતે ચાર ચર્મકારોને કાર સાથે બાંધીને તેમને અમાનુષી અત્યાચાર ગુજારી માર મારવાના કારસામાં ગોંડલ તેમજ આસપાસના વિસ્તારોમાં હાલમાં પરિસ્થિતી વધુ વિકટ બની છે. દલિતો દ્વારા તેમના પર ગુજારવામાં આવતાં અત્યાચારના વિરોધમાં બળવો પોકારવામાં આવ્યો છે. ગોંડલમાં આવતીકાલે બંધ પાળવામાં આવનાર હોવાની ભરૂચ જિલ્લામાં વાતો વહેતી થતાં દલિત તેમજ આરક્ષિત લોકો દ્વારા પણ આગામી દિવસોમાં ઘટનાના વિરોધમાં કાર્યક્રમો આપવામાં આવશે.

ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને જેડીયુના પ્રદેશ પ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે, દલિતોને મળતાં બંધારણીય હક્કો આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ છે. ઉનાના સામઢિયાળા ખાતે બનેલો બનાવ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની કાયદો અને વ્યવસ્થા અંગેની ડંફાસોને ખુલ્લો પાડતો કિસ્સો છે. માત્ર શંકાને પગલે એક તરફ જાહેરમાં ચાર દલિતો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારાતો હોય અને ત્યાં ઉપસ્થિત પોલીસ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતાં હોય ત્યારે રાજ્યમાં અને રાષ્ટ્રમાં દલિતોને કેટલો ન્યાય મળે છે તે સ્પષ્ટ થાય છે. દલિતોનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેન્ક તરીકે ઉપયોગ કરનારી સરકાર દ્વારા જો મામલામાં કડકાઇભર્યું પગલું ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

આજે મંગળવારે વાલ્મિકી સમાજ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. દલિતો સાથે દર વેળાં અન્યાય થતો હોવાની રાવ વ્યક્ત કરવા સાથે વાલ્મિકી સમાજના પ્રમુખ કિરણ સોલંકી, ભરૂચ જિલ્લા પ્રમુખ ડી. સી. સોલંકી, ધર્મેશ સોલંકી સહિતના આગેવાનો કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને મામલે નિષ્પક્ષ તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી.

ભરૂચમાં દલિત સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તસવીર-રાજેશપેઇન્ટર

મુળનિવાસી સંઘ ગુરૂવારે આવેદનપત્ર આપશે

હિન્દુવાદીમાનસિકતા ધરાવતાં સંગઠનો દ્વારા રાષ્ટ્રનો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને ગેરકાયદે જુથ બનાવી સંવેદનશીલ પ્રશ્નો ઉભા કરી મુળનિવાસી જાતિઓના કુુંટુંબો પર હૂમલા કરવામાં આવી રહ્યાં હોવાની રાવ સાથે મુળ નિવાસી સંઘ દ્વારા આગામી ગુરુવારે 21મી જૂલાઇએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાશે.

નિષ્પક્ષ તપાસ કરવા માટે કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ

ઉનામાં દલીતોને કાર સાથે બાંધી માર મારવાના વિરોધમાં રેલી કાઢી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો