Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાડીનો કાચ તોડી ~1 લાખની ચોરી
ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ સોસાયટી પાસેના શાકમાર્કેટમાં ફ્રુટ લેવા ગયેલાં એક શખ્સની કારનો કાચ તોડી ગઠિયાઓ રૂપિયા 1 લાખ ભરેલી બેગની ચોરી કરી જતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝાડેશ્વર ગામે આવેલાં પરમાર ફળિયામાં રહેતો સંદિપ મહેશ પરમાર જમીન લે-વેચનો વ્યવસાય કરતો હતો. કોઇ જગ્યાના દસ્તાવેજની કામગીરી કરવાની હોઇ તે તેની મર્સિડીસ કારમાં અેક બેગમાં રૂપિયા 1 લાખ તેમજ પાસપોર્ટ સહિતના અન્ય દસ્તાવેજો મુક્યાં હોઇ તે બેગ તેની કારમાં ડ્રાઇવરની બાજુવાળી સિટ પર મુકી હતી.
દરમિયાન તેને ઝાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ શાક માર્કેટમાંથી ફ્રૂટની ખરીદી કરવાની હોઇ તેણે પોતાની કાર તુલસીધામ શાક માર્કેટ પાસે બહાર પાર્ક કરી તે માર્કેટમાં ફ્રુટ ખરીદી કરવા માટે ગયો હતો. અરસામાં કોઇ ગઠિયાએ તેની કારના ખાલી સાઇડનો આગળનો કાચ કોઇ હથિયાર વડે તોડી ગઠિયાએ કારમાંથી રૂપિયા 1 લાખ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. અરસામાં ફ્રુટની ખરીદી કરીને સંદિપ પરમાર પરત આવતાં તેને કારનો કાચ તુટેલો હોવાનું તેમજ કારમાંથી રૂપિયા 1 લાખ ભરેલી બેગ ચોરીએ ગઇ હોવાનું જણાતાં તેણે બુમરાણ કરી હતી. આસપાસના વિસ્તારમાં તેણે શકમંદને શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલાએ સ્થળ ઉપર આવી પહોંચી આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે ગઠિયા અંગે કોઇ માહિતી સાંપડી હતી. બનાવને પગલે સંદિપ પરમારની ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તુલસધામ શાક માર્કેટ પાસે કાર પાર્ક કરી ફ્રૂટ ખરીદવા ગયાને ઘટના સર્જાઇ