તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં ગુરુપૂર્ણિમાએ દિવસભર મેઘરાજાએ વાદળોના ગડગડાટ વચ્ચે ધીમી ધારે વરસી આકાશમાંથી હેત વરસાવ્યાં બાદ રાતે ધમાકેદાર એન્ટ્રી કરતા હવે ચોમાસુ જામ્યુ હોવાની લાગણી સાથે ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી. સતત બે કલાકથી એકધારા વરસી રહેલા વરસાદનાં કારણે ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

ભરૂચ શહેરમાં મંગળવારે સવારથી ચોમાસાના જામેલા માહોલ વચ્ચે વાદળોનાં ગડગડાટ સાથે ઝરમરીયા રૂપે મેહુલિયો વરસ્યો હતો. જયારે ઝઘડિયા-નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસી પડતા મુખ્ય માર્ગો-નીચાણવાસ પાણીથી છલકાઇ ઉઠયાં હતા.

મંગળવારે પણ વહેલી સવારથી ભરૂચ શહેર અને જિલ્લાનાં આકાશમાં વાદળોની ફોજ ઘેરાઇ આવી હતી. વાદળોના ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદે વરસવાનું શરૂ કરતા ખેડૂતો અને પ્રજાને હવે મેઘરાજા તૂટી પડશે તેવી આશ બંધાઇ હતી. રાતે ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જોતજોતામાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. મૌસમમાં પહેલી વખત મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી. ભરૂચ શહેરમાં કસક ગરનાળા, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સિવિલ રોડ સહિત સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા ગૌરીવ્રત અને ગુરુપૂર્ણિમાએ વાહનચાલકો અટવાયા હતા. રાજપીપળામાં ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્યમાર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઇ ઉઠયાં હતા. બન્ને જિલ્લામાં વરસી રહેલા બેઠા વરસાદનાં કારણે વીજળી વેરણ નહિ બનતા પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્ય માર્ગો-નીચાણવાળ વિસ્તારો પાણીથી તરબોળ થયા હતા. બન્ને તાલુકામાં 12 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી પડતા ખેડૂતોને પણ રાહત સાંપડી હતી.

ભરૂચ પંથકમાં મંગળવારે વહેલી સવારથી ચોમાસાના માહોલ વચ્ચે સમયાંતરે હળવા ઝાપટાં કે ધીમી ધારે વરસાદ વરસવાનું કાર્યરત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સોમવારે 31 ડિગ્રીએ રહેલો ગરમીનો પારો મંગળવારે 4 ડિગ્રી નીચે ઉતરી 27 ડિગ્રીએ સ્પર્શયો હતો. જયારે લઘુત્તમ તાપમાન પણ 27 ડિગ્રી નોંધાતા દિવસ અને રાતનાં તાપમાન વચ્ચે માત્ર 2 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો.

દિવસ-રાત્રિનાં તાપમાનમાં માત્ર 2 ડિગ્રીનો તફાવત

નર્મદા જિલ્લામાં ગુરુપૂર્ણિમાએ દિવસ દરમિયાન ઝરમર વરસાદ રાત્રે ધમાકેદાર એન્ટ્ર.

મૌસમમાં પહેલી વખત મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી

ગુરુપૂર્ણિમાના દિવસે વાદળોની ગડગડાટ વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો