ભરૂચમાં આજથી ભાતીગળ મેઘમેળાનો પ્રારંભ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વસતાં ભોઇ સમાજ દ્રારા પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે. દુકાળના સમયે ભોઇ સમાજે વરસાદના દેવની માટીની પ્રતિમા બનાવી પૂજા અર્ચના કરી હતી છતાં વરસાદ પડતાં મૂર્તિ ખંડિત કરવાની ચીમકી આપવામાં આવતાં વરસાદ તુટી પડયો હતો અને ત્યારથી ભરૂચમાં મેઘરાજાનો મેળો ભરાતો આવ્યો છે. દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવે છે.

આજે સોમવારે શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના ભાતીગળ મેળાની શરૂઆત થશે જે ચાર દિવસ સુધી ચાલશે. દશમ સુધી ચાલનારા મેળામાં રાજયભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીના વિસ્તારમાં 100થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં વેપારીઓ અવનવી વસ્તુઓનું વેચાણ કરશે. મેઘરાજાના મેળાને અનુલક્ષી શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વેપારીઓએ તેમના સ્ટોલસ નાંખવાની શરૂઆત કરી દીધી છે.

150થી વધારે સ્ટોલ્સ ઉભા કરાયાં : 200 વર્ષ કરતાં વધારે સમયથી મેળો ભરાય છે

ત્રણ સમાજની છડી અાર્કષણ જમાવશે

મેઘરાજાનામેળા દરમિયાન ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજની છડીઓ આર્કષણ જમાવશે. 60 ફૂટ લંબાઇના વાંસમાંથી છડી તૈયાર કરવામાં આવે છે. સમાજના યુવાનો ઘોઘારાવ મંદિરના પટાંગણમાં છડીને નચાવે છે. છડી નોમના દિવસે ત્રણેય છડીઓનું મિલન કરાઇ છે.

નાનાબાળકોને મેઘરાજાને ભેટાવવાની પરંપરા

ભરૂચમાંસ્થાપિત કરવામાં આવતી મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાવવાની પરંપરા ચાલી આવે છે. બાળકોને પ્રતિમા સાથે ભેટાવવાથી બાળકો નિરોગી અને તંદુરસ્ત રહેતાં હોવાની માન્યતા પ્રર્વતી રહી છે.

પાંચબત્તીથી ભોઇવાડ સુધી હૈયે હૈયુ દળાઇ તેવી મેદની ઉમટશે : ચાર દિવસ સુધી લોકો મેળાની મજા માણશે

ભરૂચમાં ભાતીગળ મેઘરાજાના મેળાનો આજથી પ્રારંભ થશે. વરસાદી માહોલ વચ્ચે વેપારીઓ રવિવારે સ્ટોલ બાંધવામાં વ્યસ્ત બન્યાં હતાં. તસવીર-રાજેશ પેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...