• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કુકરવાડા નજીક યુવાનનું ઢીમ દારૂના ઝગડામાં ઢાળી દેવાયું હતું

કુકરવાડા નજીક યુવાનનું ઢીમ દારૂના ઝગડામાં ઢાળી દેવાયું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરવાડા નજીક થયેલી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લલિત વાગડીયા અને પીએસઆઇ એન.એમ. આહિરે ગુનાનો ભેદ ઉકેલવા માટે વિવિધ પાસા અને દિશામાં તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળેલી બીઆરટીએસની ટીકીટના આધારે પોલીસને મહત્વની કડી મળી હતી.

પોલીસે ભરૂચના વેજલપુર પારસીવાડમાં રહેતાં અતુલ ઉર્ફે પીન્ટુ મુળજી મિસ્ત્રીને ઝડપી પાડતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. લીમડાપુરા ગામના ભાવેશ સાથે

...અનુસંધાન પાના નં.2

ભાવેશને તીક્ષણ હથિયારના 3 ઘા મરાયાં હતાં

ભાવેશઅને અતુલ અંકલેશ્વર નજીક દારૂના નશામાં ધુત થઇને કુકરવાડા નજીક પહોંચ્યાં હતાં જયાં બંને વચ્ચે ઝગડો થતાં અતુલે તીક્ષણ હથિયારના 3 ઘા ભાવેશને માર્યા હતાં જેમાં ભાવેશની આખ પણ ફૂટી ગઇ હતી તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

આરોપીની પૂછપરછ ચાલી રહી છે

^કુકરવાડાનજીક હત્યાના ગુનામાં અતુલ ઉર્ફે પીન્ટુ મિસ્ત્રીને ઝડપી લેવાયો છે. આરોપી ગુનાહિત ભુતકાળ ધરાવે છે. હત્યાના બે ગુનામાં અગાઉ તે સંડોવાયેલો છે તથા 11 વર્ષની સજા પણ કાપી છે. મારામારી સહિતના ગુના તેની સામે નોંધાયેલા છે. આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. > લલિતવાગડીયા, પીઆઇ,એલસીબી, ભરૂચ

મૃતક યુવાન સાવલી તાલુકાના લામડાપુરા ગામનો રહેવાસી ભરૂચના કુખ્યાત અતુલ ઉર્ફે પીન્ટુ મિસ્ત્રીને પોલીસે ઝડપી લીધો

ત્રિગુણાતીત આશ્રમ નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

દાંડીમાં બંને વચ્ચે દોસ્તી થઇ હતી

ભાવેશ ગોહિલ મોબાઇલ ટાવર રીપેરીંગની કામગીરી કરતો હતો. તે દાંડી ગામ ખાતે કામગીરી માટે ગયો હતો જયાં ટાવર લગાવવાની જગ્યા અતુલના સંબંધીની હતી. પોલીસથી નાસતો ફરતો અતુલ ત્યાં રોકાયો હોવાને કારણે તેની ભાવેશ સાથે દોસ્તી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...