રાજપારડી પ્લેટફોર્મ પર સફાઇના અભાવે ઘાસ ઉગ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરરાજપીપલા બ્રોડગેજ રેલવે લાઇન પર આવેલા રાજપારડીના રેલવે સ્ટેશન ખાતે પાયાની સુવિધાઓ આપવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહયું છે. રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર ઠેર ઠેર ઘાસ સહિત અન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

રાજપારડી રેલવે સ્ટેશન ખાતે બેસવાની કોઇજ સુવિધા નથી અને પીવાના પાણીની પણ કોઇજ સગવડ અપાતી નથી જેના કારણે મુસાફરોમાં રોષ ફેલાયો છે. રાજપીપલા - અંકલેશ્વર વચ્ચે માત્ર એકજ સમય ટ્રેન દોડાવાય છે જે રાજપીપલાથી સવારે 6 ઉપાડીને 9 વાગે અંકલેશ્વર પહોંચે છે જ્યારે અંકલેશ્વરથી 4:30 વાગે ઉપડીને 7:30 વાગે રાજપીપલા પહોંચે છે.

જો ટ્રેનની ફ્રીક્વન્સી વધારીને વધારે સમય દોડાવાય તો આનો લાભ ભરૂચ અને નર્મદા જીલ્લાની મુસાફરી કરતી જનતાને મળે તેમ છે. અંકલેશ્વર રાજપીપલા વચ્ચે નેરોગેજ લાઇનને રૂપાંતર કરીને બ્રોડગેજ લાઇન બનાવીને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મુસાફરોને પાયાની સુવિધાઓ આપવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહયું છે.

પાયાની સુવિધાઓ આપવામાં રેલવે તંત્ર નિષ્ફળ

પાયાની સુવિધાઓ વિના મુસાફરોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...