પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાસિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જેમાંથી 2 ની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વડોદરા રીફર કરાયા હતાં. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ચકકાજામ થઇ ગયો હતો. રીકશાચાલકની ઓવરટેક કરવાની લ્હાયમાં એક ગામના 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મૃતકમાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થવા જાય છે.

ભરૂચનીબે હોટલમાં...

કોઇચિઠ્ઠી કે અન્ય કોઇ સામગ્રી મળી હતી. બનાવની જાણ કરતાં મૃતકના પરિવારજનોએ દોડી આવતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં વડોદરાના બકરાવાડી ચમારવાસ વિસ્તારમાં રહેતો મુકેશ રતિલાલ પરમાર આજે મળસ્કે 4.30 કલાકના અરસામાં હોટલે આવીને રૂમ નંબર 115માં રોકાયો હતો. જે બાદ સવારના 9.30 કલાકના અરસામાં હોટલના વેઇટરો હોટલોના રૂમની સાફસફાઇ સહિતની કવાયતમાં હતાં. તે વેળાં એક વેઇટરે તેના રૂમમાંથી અવાજ આવતાં સંચાલકોને જણાવતાં તમામ એકત્ર થઇ ગયાં હતાં. તેમણે તુરંત દોડી આવી દરવાજો ખખડાવ્યાં છતાં દરવાજો નહીં ખોલતાં હોટલના બાથરૂમની બારીની ગ્રીલ કાઢી તેમાંથી એક વ્યક્તિએ અંદર પ્રવેશ કરી અંદરથી દરવાજો ખોલતાં મુકેશ પરમાર ગળામાં ચાદરનો ટૂંપો બનાવી પડેલો તેમજ એક ખુરશી તુટેલી હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તુરંત તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન તેના પરિવારજનો આવી જતાં તેને તુરંત વધુ સારવાર માટે વડોદરા ખસેડ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં તેના રૂમમાંથી આંત્યેતિક ચિઠ્ઠી મળી આવી હતી.

હોટલસંચાલકની નિષ્કાળજી સામે પ્રશ્નાર્થ : હોટલઆરાધનામાં સૂરતનો અમિત પંજવાણી ગત 9મી ઓગષ્ટથી રોકાયો હતો. જે બાદ તેણે તેના રૂમમાં આપઘાત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલે રાત્રે તેના રૂમમાંથી અત્યંત દુર્ગંધ આવતાં તેના આપઘાતનો કિસ્સો બહાર આવ્યો હતો. જોકે તે રોકાયાના ત્રણેક દિવસના સમયગાળા દરમિયાન હોટલ સંચાલકોએ તેના રૂમમાં સાફસફાઇ માટે કે અન્ય કોઇ રૂમ સર્વિસ માટે અમિતના રૂમમાં નહીં જતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. તેમજ રૂમમાં ગયેલી વ્યક્તિ બહાર નહી આવી હોવા છતાં તે અંગેની હોટલ સંચાલકોને કોઇ શંકા નહીં થઇ હોવાની વાત પણ લોકો માટે આશ્ચર્યજનક બની હતી.

વડોદરાનાશખ્સની આંત્યેતિક ચિઠ્ઠી મળી : ક્લાસિકરેજીન્સી હોટલના રૂમ નંબર 115માં રોકાયેલાં મુકેશ પરમારે આપઘાત કરતાં પહેલાં તેની માતા, સંતાન તેમજ માતા સહિતનાઓને સંબોધીને આંત્યેતિક ચિઠ્ઠી લખી હતી. જે પોલીસને મળી આવી હતી. જેમાં તેણે જીવનથી કંટાળી જઇ આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

કમાન્ડન્ટેમાફી...

રહયુંછે. સમાજ કલ્યાણ અધિકારીએ આમોદ પોલીસને એટ્રોસીટી એકટની ફરિયાદ દાખલ કરવા જણાવતા ફફડી ઉઠેલા હોમગાર્ડ કમાન્ડન્ટ હિતેશ ગાંધી આમોદ દોડી આવ્યા હતાં. દલીત હોમગાર્ડ યુનિટના યુવાનો સાથે મીટીગ કરી માફી માંગી વિવાદાસ્પદ વ્યકતીનો હુકમ રદ કરતા આંદોલનનો અંત આવ્યો હતો.

અંકલેશ્વરમાં3...

શાહરૂખશેખ રહે. ખરોડ પટેલ ફળીયું, અનસ લહેરી રહે. ખરોડ લહેરી ફળીયુંને ટ્રાન્સફર વોરંટના આધારે અંકલેશ્વર લવાયા હતાં. તેમની પાસેથી પોલીસે 3 બુલેટ અને 17 મોટર સાઇકલ કબ્જે કરી હતી.પોલીસે પ્રાથમિક પુછપરછમાં અન્ય એક નામ ખુલતા ખરોડ ખાતે દરોડા પાડી એઝાઝ પઠાણને ઝડપી પડ્યો હતો. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ આરંભી છે.

ઝઘડિયામાંવાહન...

રૂપિયાલેતાં હતાં. દરમિયાન નિલેશ ગૌતમ વસાવા તેમજ ગૌરાંગ વસાવા તથા હિરેન વિજય પટેલે તેમની પાસે આવી પહોંચી જીજે-16 પાસિંગની ગાડીના રૂપિયા નહીં લેવા જણાવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. અરસામાં ત્રણેયે આવેશમાં આવી જઇ તેની ઉપર લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડવા સાથે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તે સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકે વિકાસ હરિકાંન્ત મિશ્રાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...