• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચની નવી વસાહતમાંથી શાહુડીને ઝડપી લેવામાં આવી

ભરૂચની નવી વસાહતમાંથી શાહુડીને ઝડપી લેવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેર માં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ નવી વસાહતમાં વન્ય જીવ શાહુડી દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્કયુ ઓપરેશન કરી શાહુડીને ઝડપી પાડી સલામત સ્થળે છોડી મુકવાની કવાયત હાથ ધરી છે.

હલદરવા ગામના સબસ્ટેશનમાં શાહુડી દેખાયા બાદ હવે શહેરની નવી વસાહતમાં શાહુડી જોવા મળી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની સામેનવી વસાહતમાં શાહુડીની હાજરીથી લોકોમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે વન વિભાગ તેમજ જીવદયાપ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ભરૂચ વન વિભાગના અધિકારી એચ.એસ.પટેલ, મહેન્દ્રસિંહ કઠવાડિયા,કે. ડી. પાટીલ તથા વાઈલ્ડ એનિમલ રેસ્ક્યુ એસપાર્ટ આશિષ શર્મા,જયરામ ગલચર,નિલેશ ઠકકર સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ભારે જહેમત બાદ શાહુડી સહી સલામત પકડી લીધી હતી અને અનુકુળ વાતાવરણમાં છોડી દેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ભારે જહેમત બાદ પકડી અનુકુળ વાતાવરણમાં ખસેડાઈ

વન વિભાગ અને જીવદયા પ્રેમીઓનું ઓપરેશન

ભરૂચની નવીવસાહતમાંથી શાહુડીને ઝડપી પાડી તેને સલામત સ્થળે છોડી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...