તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના પોલીસ વિભાગમાં 32 કર્મચારીઓને બઢતી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ તથા હેડ કોન્સટેબલ કક્ષાના 32 કર્મચારીઓની બઢતી હુકમ થતાં પોલીસબેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. કોન્સટેબલને હેડ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. એસપી સંદિપસિંગના હસ્તે કર્મચારીઓને બઢતીના પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

લોકોની સુરક્ષા અને સલામતી માટે સતત ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે 32 કર્મચારીઓને મળેલી બઢતી. વર્ષોથી પોલીસતંત્રમાં ફરજ બજાવતાં

...અનુસંધાન પાના નં.2

કર્મચારીઓની કદર કરી તેમને બઢતી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 32 કર્મચારીઓની બઢતીના હુકમ કરાયાં છે.

કોન્સટેબલને હેડ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. એસપી સંદિપસિંગના હસ્તે કર્મચારીઓને બઢતીના પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. બઢતી થતાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ એક પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ ઉપરથી ફરજ બજાવતાં કર્મચારીઓની બદલીના પણ આદેશ કરાયાં છે. 58 કોન્સટેબલની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

એસપીના હસ્તે પ્રમોશનના લેટર અપાયાં

પોલીસ પરિવારોમાં ખુશીનો માહોલ

અન્ય સમાચારો પણ છે...