તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ATMમાં ચોરી કેસમાં આસપાસની સોસા.ના કેમેરા ફૂટેજ તપાસાશે

ATMમાં ચોરી કેસમાં આસપાસની સોસા.ના કેમેરા ફૂટેજ તપાસાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાભોલાવ ગામમાં આવેલી સુરભી સોસાયટી પાસેના એચડીએફસી બેન્કના એટીએમ મશીનને ગેસ કટરની કાપી રૂપિયા 10.82 લાખની ચોરી કરી જવાના કિસ્સામાં પોલીસે વિવિધ પાસાઓની તપાસ શરૂ કરી છે. જેના ભાગરૂપે આસપાસની સોસાયટીઓના તેમજ અલગ અલગ ટોલનાકાઓના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભોલાવ ગામે આવેલી સુરભી સોસાયટી પાસેના એચડીએફસી બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટરથી એટીએમના કેસડોરને કાપી નાંખી કેસ કેસેટમાં મુકેલાં રૂપિયા કેસલોક સાથે ચોરી કરી તસ્કરો રફુચક્કર થઇ ગયાં હતાં. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં પ્રાથમિક તબક્કે ત્રણ તસ્કરો ફુટેજમાં જણાયાં હતાં. ઉપરાંત એક પિકઅપ

...અનુસંધાન પાના નં.2

જીપ પણ જણાઇ હતી. બીજી તરફ પોલીસે આસપાસના વિસ્તારની અન્ય સોસાયટીઓ - દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત જિલ્લાના છેવાડે આવેલાં ટોલપ્લાઝા ખાતેના પણ સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોના કોઇ સગડ મળે તે માટેના પ્રયાસ હાથ ધરાયાં છે. સાથે સાથે ભુતકાળમાં એટીએમ ચોરીના કેસમાં સંડોવાયેલાં આરોપીઓની પણ પુછપરછ કરી ઘટનાના સમયે તેમની હાજરી ક્યાં હતી તેની વિગતો મેળવવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે.ભુતકાળમાં ઝડપાયેલાં આરોપીઓની તપાસ કરાશે

ટોલનાકાઓના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...