તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઝઘડિયા ચોકડથી જાપ્તામાંથી બે કેદીઓ જીપ લઇને ફરાર

ઝઘડિયા ચોકડથી જાપ્તામાંથી બે કેદીઓ જીપ લઇને ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગનાવર્ષ 2012ના લૂંટના ગુનામાં સંડોવાયેલાં બે આરોપીઓને ઇન્દોર સબજેલમાંથી વાલિયા કોર્ટમાં હાજર કરવા માટે લવાયાં હતાં. ઇન્દોરના ડીઆરપી લાઇનના એક હેડ કોન્સ્ટેબલ તેમજ 3 કોન્સ્ટેબલ પોલીસ જાપ્તામાં બન્ને કેદીઓને ટ્રેન મારફતે અંક્લેશ્વર તેમજ ત્યાંથી જીપમાં વાલિયા લઇ આવ્યાં હતાં. જ્યાં વાલિયા ચોકડી પાસે બન્ને કેદીઓએ પોલીસ પર હૂમલો કરી હેડ કોન્સ્ટેબલનું અપહરણ કરી જીપ લઇને ફરાર થઇ ગયાં હતાં. ચોંકાવનારી ઘટના અંગે વાલિયા પોલીસ સહિત સમગ્ર જિલ્લાની પોલીસને સતર્ક કરી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથ મળતી માહિતી અનુસાર, નેત્રંગ પંથકમાં વર્ષ 2012માં બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલાં બે આરોપીઓ ઇન્દોર સબજેલમાં હોવાની માહિતી વાલિયા પોલીસને મળી હતી. દરમિયાન પોલીસે બન્નેને કોર્ટમાં હાજર કરવા પોલીસ જાપ્તામાં વાલિયા લાવવાની કવાયત હાથ ધરવામાં આવતાં ઇન્દોર ડીઆરપી લાઇનના એક હેડ કોન્સ્ટેબલ મદ્રુપસિંગ ત્રીદેવચંદ માલવી તેમજ 3 કોન્સ્ટેબલ

...અનુસંધાન પાના નં.2

મચ્છારામ ઠાકુરપ્રસાદ આહિરવાર, ભરતસિંગ સોબરલાલ તેમજ ડોગરસિંગ છગનસિંગ ખેડકર ઇન્દોર સબજેલમાંથી બન્ને કેદીઓ સંતોષસિંગ અમલાસિંગ તેમજ બ્રીજભુષણ ઉર્ફે મુતુલ મિથિલધીશ પાન્ડેને પોલીસ જાપ્તામાં ટ્રેનમાં લઇ આવ્યાં હતાં.

અંક્લેશ્વર ખાતે ઉતરી તેઓ વેઇટીંગ રૂમમાં રોકાયાં હતાં. જેે બાદ તેઓ જીપ ભાડે કરી અંક્લેશ્વરથી વાલિયા કોર્ટમાં હાજર થવા આવ્યાં હતાં. દરમિયાન વાલિયાની ઝઘડિયા ચોકડી પાસે તેઓ નાસ્તો કરવા ઉભા રહ્યાં હતાં. તે વેળાં બન્ને કેદીઓએ તકનો લાભ મેળવી હેડ કોન્સ્ટેબલ મદ્રુપસિંગનું અપહરણ કરી જીપ લઇને ફરાર થઇ ગયાં હતાં. જોકે રસ્તામાં તેમણે હેડ કોન્ટેબલને ફેંકી દઇ નાસી છુટ્યાં હતાં. બે કેદીઓ પોલીસ જાપ્તામાંથી ભાગ્યાં હોવાની ઘટનાની વાત વાયુવેગે ફેલાતાં જિલ્લાની તમામ પોલીસને સતર્ક કરી દેવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં આવવા - જવાના માર્ગો પર વાહન ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. બનાવને પગલે વાલિયા પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

લૂંટના કેસમાં કેદીઓને ઇન્દોર સબજેલમાંથી લવાયાં હતાં

કેદીઓ એક પોલીસ જવાનનું પણ અપહરણ કરી ગયાં

અન્ય સમાચારો પણ છે...