તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આંગણવાડી બહેનોની માગણીઓ સંદર્ભે પુન: આંદોલનની ચીમકી

આંગણવાડી બહેનોની માગણીઓ સંદર્ભે પુન: આંદોલનની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, આંગણવાડી બહેનો પગાર વધારાની માંગણી કરી છે. દેશના અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં સૌથી ઓછું વેતન આપવામાં આવી રહયું છે. રાજયમાં આંગણવાડી વર્કરને 5,500 રૂપિયા અને વર્કરને 2,800 રૂપિયા ચુકવાઇ છે. બહેનો પાસેથી અલગ અલગ પ્રકારની 36 કામગીરી લેવામાં આવે છે છતાં વેતનમાં વધારો કરાતો નથી.

ફેબ્રુઆરી માસમાં આંગણવાડી બહેનોને આંદોલન કર્યું હતું જેમાં સરકાર સાથે 12 જેટલી માંગણીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પણ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. સંગઠનના જિલ્લા પ્રમુખ રાગીણી પરમાર સહિતની બહેનો આવેદનપત્ર આપતી વેળા હાજર રહી હતી. સરકાર તેમની માંગણીઓ પૂર્ણ નહિકરે તો ફરીથી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તેમણે આંગણવાડીઓમાં આપવામાં આવતાં ફૂડ પેકેટ નિન્મ કક્ષાના હોવાની પણ ફરિયાદ કરી છે.

રાજયમાં સૌથી ઓછુ વેતન ચુકવાતું હોવાનો બહેનોનો આક્ષેપ

ભરૂચમાં પડતર માંગણીઓ સંદર્ભમાં આવેદનપત્ર અપાયું

ભરૂચની આંગણવાડી બહેનોએ પગારવધારા સહિતની પડતર માંગણીઓ સંદર્ભમાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...