તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓનીકદર કરી તેમને બઢતી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 32 કર્મચારીઓની બઢતીના હુકમ કરાયાં છે. કોન્સટેબલને હેડ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. એસપી સંદિપસિંગના હસ્તે કર્મચારીઓને બઢતીના પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. બઢતી થતાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ એક પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ ઉપરથી ફરજ બજાવતાં કર્મચારીઓની બદલીના પણ આદેશ કરાયાં છે. 58 કોન્સટેબલની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

ATMમાંચોરી કેસમાં...

જીપપણ જણાઇ હતી. બીજી તરફ પોલીસે આસપાસના વિસ્તારની અન્ય સોસાયટીઓ - દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત જિલ્લાના છેવાડે આવેલાં ટોલપ્લાઝા ખાતેના પણ સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોના કોઇ સગડ મળે તે માટેના પ્રયાસ હાથ ધરાયાં છે. સાથે સાથે ભુતકાળમાં એટીએમ ચોરીના કેસમાં સંડોવાયેલાં આરોપીઓની પણ પુછપરછ કરી ઘટનાના સમયે તેમની હાજરી ક્યાં હતી તેની વિગતો મેળવવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે.

અંકલેશ્વરની78...

શિષ્યવૃતિલાભ થી વંચિત રહ્યા છે.એસસી, બક્ષીપંચ, આર્થિક પછાત, લઘુમતી, બિન પછાત તેમજ બક્ષીપંચના વિદ્યાર્થીઓને આખરે શિષ્યવૃતિ મળી ગઈ છે. બાકી વિદ્યાર્થીઓને પણ સરકાર દ્વારા શિષ્યવૃતિ તેમજ ગણવેશ સહાય ચૂકવા આવે તે જરૂરી છે.

જીએસટીનાવિરોધમાં...

મજૂરોનીરોજગારી પર તેની અસર પડશે. સરકાર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો લાવવા માટે હાલમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. જો સરકાર દ્વારા તેમની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી ચીમકી પણ આપી હતી.

ઝઘડિયાચોકડથી...

મચ્છારામઠાકુરપ્રસાદ આહિરવાર, ભરતસિંગ સોબરલાલ તેમજ ડોગરસિંગ છગનસિંગ ખેડકર ઇન્દોર સબજેલમાંથી બન્ને કેદીઓ સંતોષસિંગ અમલાસિંગ તેમજ બ્રીજભુષણ ઉર્ફે મુતુલ મિથિલધીશ પાન્ડેને પોલીસ જાપ્તામાં ટ્રેનમાં લઇ આવ્યાં હતાં.

અંક્લેશ્વર ખાતે ઉતરી તેઓ વેઇટીંગ રૂમમાં રોકાયાં હતાં. જેે બાદ તેઓ જીપ ભાડે કરી અંક્લેશ્વરથી વાલિયા કોર્ટમાં હાજર થવા આવ્યાં હતાં. દરમિયાન વાલિયાની ઝઘડિયા ચોકડી પાસે તેઓ નાસ્તો કરવા ઉભા રહ્યાં હતાં. તે વેળાં બન્ને કેદીઓએ તકનો લાભ મેળવી હેડ કોન્સ્ટેબલ મદ્રુપસિંગનું અપહરણ કરી જીપ લઇને ફરાર થઇ ગયાં હતાં. જોકે રસ્તામાં તેમણે હેડ કોન્ટેબલને ફેંકી દઇ નાસી છુટ્યાં હતાં. બે કેદીઓ પોલીસ જાપ્તામાંથી ભાગ્યાં હોવાની ઘટનાની વાત વાયુવેગે ફેલાતાં જિલ્લાની તમામ પોલીસને સતર્ક કરી દેવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં આવવા - જવાના માર્ગો પર વાહન ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. બનાવને પગલે વાલિયા પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

નર્મદામાંશિક્ષકોના...

ગ્રાન્ટેડઉ.મા શાળાના શિક્ષકો,આચાર્યો સહિતના સ્ટાફને લાભ અપાયો નથી.

જિલ્લાના શિક્ષકોએ સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત કરી હતી અને તેઓ શિક્ષકોનાપ્રશ્નોનો ઉકેલ લવાશે તો જિલ્લાના શિક્ષણના નીચા પરિણામને ઊંચું લાવવા તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી.મનસુખ વસાવાએ ત્વરિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને એક પત્ર લખી વ્યાજબી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા ઘટતું કરવાની લાગણી દર્શાવી હતી. પ્રસંગે નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ મહેશ પટેલ,મંત્રી ઉપેન્દ્ર પટેલ,ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા,અરવિંદ વસાવા,દિનેશ પટેલ,પ્રફુલ્લ પટેલ, ભુપત વસાવા સહિતના શિક્ષકો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...