તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાની સુરક્ષા વધારવા વિહિપની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરનાથયાત્રીઓનીબસ પર આતંકવાદીઓએ કરેલાં અંધાધુધ ગોળીબારની ઘટનાના ભરૂચ અને નર્મદામાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. બંને જિલ્લામાં વિહિપ દ્વારા કાર્યક્રમો યોજી મૃતકોને શ્રધ્ધાજલિ અર્પવામાં આવી હતી. વહિપે અમરનાથયાત્રીઓની સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ કરી છે.

ભારત મા હિંદુઓ ની સૌથી મોટી અને પવિત્ર યાત્રાઓ મા અમરનાથ યાત્રા ગણવામા આવે છે અને જે યાત્રા પર આતંકીઓની નજર રહેતી હોય છે. નર્મદા જીલ્લા વિશ્વહિંદુ પરીષદે કલેકટરને આવેદન આપી માંગણી કરી કે આતંકી પ્રવૃતિને કડક હાથે ડામી દેવી જોઇએ.

...અનુસંધાન પાના નં.2

આવેદનપત્ર આપતી વેળા પ્રમુખ આજિતસિહ રાઠોડ, રોહીત વસાવા, કિર્તન પુરોહીત, પ્ર્રગ્નેશ રામી સહિત આગેવાનો હાજર રહયાં હતાં. આજિતસિહ રાઠોડે જણાવ્યુ હતુ કે અમરનાથ યાત્રામાં જે આતંકી હુમલો થયો જે ગંભીર બાબત છે. સરકારે આંતકવાદી પ્રવૃતિને કડક હાથે ડામી દેવી જોઇએ. અમરનાથયાત્રીઓની સલામતી વધારવામાં અાવે તે જરૂરી છે. બીજી તરફ ભરૂચમાં પણ વિશ્વ હીંદુ પરીષદે અમરનાથયાત્રીઓ પરના હુમલાની ઘટનાને વખોડી નાંખી હતી. ભરૂચમાં વિહિપના કાર્યકરોએ ધરણા યોજી સરકારની નિષ્ફળતા સામે વિરોધ નોંધાવ્યો હતો. મૃતકોના પરિવારો પ્રતિ દિલસોજી વ્યકત કરાઇ હતી.

શ્રદ્ધાંજલિ આપી મૃતકના પરિવારોને દીલસોજી પાઠવવામાં આવી

ભરૂચ અને રાજપીપળામાં વિવિધ કાર્યક્રમો યોજાયાં હતા

ભરૂચમાં વિહિપના આગેવાનો અને કાર્યકરોએ ધરણા યોજી અમરનાથયાત્રીઓની સુરક્ષા વધારવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...