તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પાલિકાની કાંસની સફાઇની કામગીરી અંતિમ તબક્કામાં

પાલિકાની કાંસની સફાઇની કામગીરી અંતિમ તબક્કામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગરપાલિકા દ્વારા મે મહિના મધ્યાંતથી શહેરની 24 કાંસોની સફાઇકામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સેનેટરી વિભાગ સહિતની ટીમ તમામ કાંસોને જેસીબીની મદદથી ઉંડા કરવાની તેમજ કચરાને દુર કરવાની કામગીરીમાં જોતરાઇ છે. ત્યારે શહેરની મોટાભાગની તમામ કાંસોની સફાઇ કરી દેવામાં આવી છે. ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. જેને પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા તમામ કાંસોની ચોમાસા પહેલાં સફાઇ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

શહેરની 24 પૈકી 22 કાંસોની સફાઇ કરવાની કામગીરી પાલિકા તંત્રએ પુર્ણ કરી છે. હાલમાં બાકી રહેલી માત્ર બે કાંસોની સફાઇ કામગીરીને આખરી ઓપ અપાઇ રહ્યો હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

પાણી ભરાય તે માટેનું આગોતરૂં આયોજન

ભરૂચના 24 પૈકી માત્ર બે કાંસની કામગીરી બાકી

ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરની 24 કાંસોની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...