તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મધ્યપ્રદેશની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

મધ્યપ્રદેશની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત તથા રાજસ્થાનના ખેડૂતોને પોતાની ઉપજોનાં પોષણક્ષમ ભાવ મળતા તેમને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, માજી ધારાસભ્ય પી.ડી.વસાવા,નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ જતીન વસાવા,મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગિરા તડવી સહિત નીલમ વસાવા,સુમિત્રા રાઉલજી, પ્રકાશ વસાવા,યાવરખાં ઠાકોર,મોઇન શેખ, વાસુદેવ, મુકેશ વસાવા, સહિતના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભરૂચ શહેરમાં પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસે દેખાવો યોજી મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થયેલાં ગોળીબારની ઘટનાને વખોડી નાંખી છેે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના આંદોલનકારી ખેડૂતો પર પોલીસ ગોળીબારમાં 6 ખેડૂતો માર્યા ગયા.જે વાત મધ્યપ્રદેશ સરકારે બે દિવસ પછી સ્વીકારી.જૂઠું બોલતી સરકાર પર કોણ વિશ્વાસ કરશે.દેશના ખેડૂતોને તેમની ઉપજોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ.હાલમાં મહેસાણામાં કેતન પટેલ નામના યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે તે મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી તેમને સજા મળવી જોઇએ.

રાજપીપળા અને ભરૂચમાં કાર્યક્રમનું આયોજન જવાબદારો સામે કાર્યવાહી કરવાની ઉઠેલી માંગ

પોલીસ ગોળીબારમાં ખેડુતોના મોત થયાં છે

રાજપીપળામાં કોંગ્રેસના આગેવાનોએ મધ્યપ્રદેશની ઘટનાને વખોડી ખેડૂતો પર થતાં અત્યાચાર રોકવાની માંગ કરી છે. તસવીર-પ્રવિણપટવારી

અન્ય સમાચારો પણ છે...