તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેજલપુર નિઝામવાડીમાં ગંદકીથી લોકો ત્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના વેજલપુર નિઝામવાડી વિસ્તારમાં રહેતાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. વિસ્તારમાં આવેલાં જાહેર શૌચાલયોની હાલત બિસ્માર છે. શૌચાલયોના દરવાજા તુટેલાં હોવા સાથે શૌચાલયમાં પાણીનો અભાવ અને ગંદકીની મારે ભરમાર જોવા મળી રહી છે. વિસ્તારમાં રહેતાં લોકો માટે સરકારી તંત્ર દ્વારા શૌચાલય હોવાની નોંધણી કરી લેવામાં આવી છે પરંતુ શૌચાલયની બદતર હાલતના કારણે તેઓ તેનો ઉપયોગ કરી શકતાં હોવાની સ્થિતી અંગે વહિવટી તંત્ર કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી. બીટીએસના શહેર પ્રમુખ સતિષ વસાવાએ જણાવ્યું હતું કે, નિઝામવાડી વિસ્તારમાં રહેતાં લોકોને શૌચાલયના અભાવે જાહેરમાં શૌચક્રિયા માટે જવું પડે છે. એક તરફ સરકાર ઘરે ઘરે શૌચાલયો બનાવવાની યોજનાની વાહવાહ લુંટી રહી છે. ત્યારે સ્થાનિક કક્ષાએ જાહેર શૌચાલયોની ખસ્તાહાલત વહિવટીતંત્રની પોલ ખોલી રહી છે. ઉપરાંત વિસ્તારમાં રહેતાં લોકોને લાઇટ-પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિસ્તારમાં ગંદકીની સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છેે. જો પાલિકા તંત્ર દ્વારા તાકિદે વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

યોગ્ય નિકાલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરાશે

^ભરૂચનગરપાલિકાને વિસ્તારના લોકોની સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરાઈ છે. કલેક્ટર કચેરીમાં પણ આવેદન આપ્યું છતાં પગલાં ભરાયાં નથી. વહિવટી તંત્ર યોગ્ય નિકાલ નહી લાવે તો ઉગ્ર આંદોલન કરીશું.> સતિષવસાવા, શહેરપ્રમુખ, બીટીએસ.

પાલિકા તંત્ર દ્વારા ગંદકી સાફ થતી નથી

^અમારાવિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા સફાઇ કામગીરી નિયમિત કરાતી નથી. ઠેર ઠેર ગંદકીથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોઇ લોકોનું રહેવું દુશ્વાર બન્યું છે. પાલિકા તંત્ર દ્વારા નિયમીત સફાઇ કરાયે તેવી માંગણી છે.>રંજન રતિલાલવસાવા, રહિશ.

રોગચાળો ફાટવાની રહીશોમાં દહેશત ફેલાઈ

^નીઝામવાડીવિસ્તારમાં ચારેય બાજુ ગંદકીની ભરમાર છે. ગટરો છલકાઇ રહી છે. જોકે વિસ્તારમાં સફાઇ થતી નથી. શૌચાલયોના દરવાજા તુટી ગયાં હોય સમારકામ કરાતું નથી. ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત સર્જાઇ છે. >સોમી મથુરવસાવા, રહિશ.

જાહેર શૌચાલયોની ખસ્તાહાલ

રહીશો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવતાં હોવાના આક્ષેપો

ભરૂચ શહેરના વેજલપુર નિઝામવાડી વિસ્તારના લોકો શૌચાલય, સફાઇ, પાણી તેમજ વીજળી સહિતની સમસ્યાઓથી હેરાન પરેશાન બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...