તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા મૈયા બ્રિજમાં CRZની પરવાનગી મેળવાઇ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા મૈયા બ્રિજની સમાંતર નવો બ્રિજ માટી પુરાણને કારણે વિવાદમાં આવ્યો છે. કોન્ટ્રાકટરે ભરૂચ તરફના છેડા પરથી માટી ખોદી નદીની વચ્ચે પુલ બનાવી દેતાં લોકોમાં વિરોધ જોવા મળી રહયો છે. માટી પુરાણને કારણે નદીનો પ્રવાહ અટકી જતાં 1,500 એકરથી વધારે જમીનના ધોવાણનો ખતરો ઉભો થયો છે. નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિના જયેશ પટેલે બાબતે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી.

નર્મદા મૈયા બ્રિજના નિર્માણમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ( સીઆરઝેડ) મુજબ પરવાનગી લેવામાં આવી નહિ હોવાનું બહાર આવતાં જીપીસીબીએ માર્ગ અને મકાન વિભાગને શો કોઝ નોટીસ આપી છે. સમગ્ર પ્રકરણમાં કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી જીલ્લાકક્ષાની સમિતિ મારફતે તપાસ કરાવી કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

જયેશ પટેલે જણાવ્યું હતું કે,દિલ્હીમાં યમુના નદીમાં માટી પુરાણ કરી બ્રિજ બનાવાના મુદ્દે શ્રીશ્રી રવિશંકર મહારાજની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોય તો પછી નર્મદા મૈયા બ્રિજના ઇજારદાર સામે પણ કડક કાર્યવાહી કરાવામાં આવે તેવી અમારી માંગ છે. પુલની જરૂરિયાત છે તેથી પુલ સામે અમારો કોઈ વિરોધ નથી માત્ર અમારો ખેડૂતો અને માછીમારી અને પર્યાવરણ જે નુકશાન થાય છે

...અનુસંધાન પાના નં.2

{ નદી કાંઠાની 1,500 એકર જમીનના ધોવાણનો ખતરો

{ નદીમાં ગેરકાયદે પુરાણ કરી દેવાતાં લોકોનો વિરોધ

{ જિલ્લાકક્ષાની સમિતિ મારફતે તપાસ કરાવવા તાકીદ

ચાર ઝોન પાડવામાં આવ્યાં છે

દરિયાનીનજીક આવેલાં વિસ્તારોમાં ભરતીને અનુલક્ષી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પાડવામાં આવ્યાં છે. જેમાં ભૌગોલિક સ્થિતિ અને ભરતીના આધારે ચાર અલગ અલગ ઝોન પાડવામાં આવ્યાં છે.

નદીનો પ્રવાહ અટકી જતાં પર્યાવરણપ્રેમીઓએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી

{ GPCBએ માર્ગ-મકાન વિભાગને નોટીસ ફટકારી

નર્મદા મૈયા બ્રિજની સમાંતર બની રહેલો નવો બ્રિજ માટી પુરાણને કારણે નદીનો પ્રવાહ રોકાઈ જતા લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...