તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જૂના તવરા ગામે બસ નહીં ઊભી રાખવા મુદ્દે ડ્રાઇવરે મુસાફરને માર માર્યો

જૂના તવરા ગામે બસ નહીં ઊભી રાખવા મુદ્દે ડ્રાઇવરે મુસાફરને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના જુના તવરા ગામ ખાતે રહેતાં શખ્સ એસટી બસમાં ભરૂચથી તેમના ગામ જઇ રહ્યાં હતાં. દરમિયાને એસટી બસના ડ્રાઇવર જણાવેલી જગ્યાએ બસ ઉભી નહીં રાખતાં તેની સાથે તુતુ મેંમેં થતાં ડ્રાઇવરે તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચડી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલી શ્રી નિવાસ બંગ્લોઝ ખાતે રહેતાં અભેસિંગ ગોહિલ કોઇ કામ અર્થે ભરૂચ ગયાં હતાં. જ્યાંથી તેઓ એસટી ડેપોની મીની બસમાં ભરૂચથી જૂના તવરા જવા માટે રવાના થયાં હતાં. દરમિયાન તેમણે બસ ચાલકને જૂના તવરા ગામે તેમની શ્રી નિવાસ બંગ્લોઝ સોસાયટી નજીક બસ ઉભી રાખવા જણાવતાં ડ્રાઇવરે તેમની વાત નહીં માની બસ સીધી ગામના બસસ્ટેન્ડ સુધી લઇ જઇ ત્યાં ઉભી રાખી હતી. જેથી અભેસિંગ ગોહિલે જણાવ્યું હતું કે, મારી ઉમર થઇ ગઇ છે તમે મારી સોસાયટી પાસે બસ કેમ ઉભી રાખી નહીં. તેમ કહેતાં ડ્રાઇવરે આવેશમાં તેની સાથે ઝઘડો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

સી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

રસ્તામાં રહેણાંક આવતું હોઇ મુસાફરે બસ ઉભી રાખવા જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...