તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચખાતે નજીવી બાબતે બે પરિવારના સભ્યો બાખડ્યાં

ભરૂચખાતે નજીવી બાબતે બે પરિવારના સભ્યો બાખડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી શ્રી હરી બંગ્લોઝ સોસાયટીમાં રહેતાં બે પરિવાર વચ્ચે અંગત અદાવતે ઝઘડો થતાં મારામારી થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતાના મંદિર પાસેની શ્રી હરી બંગ્લોઝ સોસાયટીમાં રહેતો સંદિપ વસાવા તેના ઘરે હતો. તે વેળાં તેમની સોસાયટીમાં રહેતો રાકેશ કનુ પટેલ તેમના ઘર સામે આવી તેમની માતાને અપશબ્દો ઉચ્ચારતો હતો. જેના પગલે સંદિપે ત્યાં જઇ તેને રોકવા જતાં રાકેશે તેમજ તેના પિતક કનુ પટેલે તેને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી હતી. બીજી ફરિયાદ મુજબ, શ્રી હરી બંગ્લોઝ ખાતે રહેતો સતિષ પટેલ તેના ઘરે હતો. તે વેળાં સંદિપ વસાવાએ લાકડી સાથે તેના ઘરે આવી રાકેશ ક્યાં છે તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેને અપશબ્દો ઉચ્ચારવાની ના કહેતાં તેણે લાકડીના સપાટા મારી ઇજાઓ પહોંચાડી હતી.

સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...