તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4,000 પરિવારોએ સબસીડી છોડી : મંત્રી ઇશ્વરસિંહ પટેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની એક ટહેલથી એક કરોડ જેટલા ગેસ ગ્રાહકોએ પોતાની સબસીડી જતી કરી છે જેમાં ભરૂચ જિલ્લાના પણ ચાર હજાર પરિવારોનો સમાવેશ થવા જાય છે તેમ રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

નવા હરિપુરા ગામ ખાતે અંદાજીત 70 લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીનીકરણ સાથે નવા બિલ્ડીંગના 7 ઓરડા ખાતમુહૂર્ત વિધિ ઉપરાંત નવા હરિપુરા, સજોદ, જુના હરિપુરા, સક્કર પોર ભાઠા, જુના પુનગામને જોડાતા માર્ગ 1.92 કરોડના ખર્ચે માર્ગની ખાતમહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. પ્રસંગે 25 લાભાર્થીઓને ઉજવલ્લા યોજનાનો લાભ અપાયો હતો.ઇશ્વરસિંહ પટેેલેએ જણાવ્યું હતું કે,પ્રધાન મંત્રી ઉજ્જ્વલા યોજનાનીમાં દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક ટહેલ થી એક કરોડ જેટલા ગેસ ગ્રાહકોએ પોતાની સબસીડી જતી કરી છે. તે સાથે ભરૂચ જિલ્લામાં 4 હજાર પરિવારો સબસીડી જતી કરી છે. પ્રસંગે પરેશ પટેલ, માલિનીબેન સોલંકી, લાતાબેન વસાવા, જીવરામ વસાવા, એસ.ડી.એમ ડી.એમ.શુકલા, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મગન વસાવા, સજોદ ગામના સરપંચ નવનીત આહીર, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ જગદીશ વસાવા, અજિતપટેલ સહીત આગેવાનો હાજર રહ્યા હતા

25 લાભાર્થીઓને ગેસ કીટ વિતરણ કરાયું

~1.92 કરોડના ખર્ચે બનનારા માર્ગોનું ભૂમિપૂજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો