તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ખરોડના સરપંચ વિરુદ્ધની કાર્યવાહીનો મુદ્દો ચર્ચા સ્થાને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરોડના સરપંચ વિરુદ્ધની કાર્યવાહીનો મુદ્દો ચર્ચા સ્થાને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લા પંચાયત ખાતે આજે શુક્રવારે ખાસ કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં ચર્ચાએ લેવાયેલાં કુલ 14 મુસદ્દા પૈકી ખરોડના સરપંચ વિરૂદ્ધની કાર્યવાહી અંગેનો મુસદ્દો ચર્ચા સ્થાને રહ્યો હતો. જમીન મહેસુલ કાયદા હેઠળના કુલ 19 કેસોને મંજૂરી મળી હતી. જ32 કેસો દફતરે કરાયા હતાં.

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આજે શુક્રવારે ખાસ કારોબારી સમિતીની બેઠક સમિતીના ચેરમેન અનિલ ભગતની અધ્યક્ષતમાં મળી હતી. જેમાં સચીવ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. જે. અસારી, સમિતીના સભ્યો ઇન્દ્રસિહ રાજ, સરલાબેન વસાવા, પરસોત્તમ વસાવા તેમજ ઇશાક રાજ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં કુલ 14 મુસદ્દા ઉપર ચર્ચા કરાઇ હતી. જેમાં જમીન મહેસુલ કાયદાની કલમ 65(1), 66, 67 તેમજ 73એએ હેઠળ રજૂ કરાયેલાં કેસો પૈકી 19 કેસોને મંજૂરી મળી હતી જ્યારે 32 કેસો દફ્તરે કરાયાં હતાં. જિલ્લાના 14 હોડીઘાટો પૈકીના 3 હોડીઘાટોની હરાજી થઇ હોઇ તેને સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી. ઉપરાંત અન્ય મુસદ્દાઓ પૈકી ખરોડના સરપંચ વિરૂદ્ધની ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 58(2) હેઠળ નિર્ણય લેવા બાબતના મુસદ્દાને પગલે સરપંચના વકિલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યાયીક તપાસનો હૂકમ કર્યો છે

^ખરોડ ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉણપ જણાઇ રહી હોઇ સમગ્ર મામલામાં કુદરતી ન્યાયના સિદ્ધાંત અને ન્યાયના હિતમાં સમગ્ર પ્રકરણની પુન: તપાસ કરવા માટેનો હૂકમ કરાયો છે. કેસના સંદર્ભમાં સંલગ્ન અધિકારી-કર્મચારીઓ હાજર હોઇ તેમને શોકોઝ નોટીસ અપાશે. >અનિલ ભગત,ચેરમેન,કારોબારી સમિતી.

મહેસૂલ કાયદા હેઠળના 19 કેસોને મંજૂરી -32 કેસો દફ્તરે

ભરૂચ જિ. પં.ની કારોબારી સમિતીની ખાસ બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો