તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • વંઠેવાડ નજીક 2 બાઇક સામસામે ભટકાતાં 4 યુવાનોને ગંભીર ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંઠેવાડ નજીક 2 બાઇક સામસામે ભટકાતાં 4 યુવાનોને ગંભીર ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાતાલુકામાં આવેલાં વંઠેવાડ ગામે પાસે બે બાઇક સામસામે ભટકાતાં ચાર યુવાનોને ઇજાઓ પહોંચતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકાના આયલા કાટલા ગામે રહેતાં લાલા શના વસાવા તેમજ નરસિંહ રાઠોડ ઝઘડિયા જીઆઇડીસીમાંથી નોકરી પરથી પોતાની બાઇક પર ઘરે પરત જઇ રહ્યાં હતાં. દરમિયાન વંઠેવાડ પાસેથી પસાર થતાં સમયે સામેથી આવતાં દમલાઇ ગામના મુકેશ વસાવા તેમજ અશોક નાનુ વસાવાની બાઇક સાથે તેમની બાઇક સામસામે ભટકાઇ જતાં ચારેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓ તેમજ વાહન ચાલકો એકત્ર થઇ જતાં તેમણે 108ને જાણ કરતાં 108ની ટીમે તુરંત સ્થળ ઉપર ધસી આવી ચારેયને સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડ્યાં હતાં.

વંઠેવાડ નજીક બા બાઇક સામસામે ભટકાતા ચારને ઇજા પહોંચી હતી.

ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

આયલા કાટલા, દમલાઇના યુવાનોને સિવિલમાં ખસેડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો