તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં રાધા અષ્ટમીની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાપંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે સેવા અધિકાર પરિવાર ધ્વારા રાધા અષ્ટમી પર્વની પરંપરાગત રીતે દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.મંદિરથી જગન્નાથજી મંદિર સુધી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં.

ભરૂચી નાકા સ્થિત કમાંલીવાડીના ભગવાન જગન્નાથજી મંદિરના પ્રાંગણમાં સ્થાપિત રાધાવલ્લભ મદિરના વડલાઓ મોહનલાલજી મહારાજ તેમજ લાડલીલાલજી મહારાજની પાદુકાના પૂજન અર્થે ગોસ્વામી પરિવારે પાલખી યાત્રા યોજી હતી. રાધા અષ્ટમીના દિને પંચાટી બજારથી જગન્નાથજી મંદિર સુધી પાલખીયાત્રા નીકળી હતી. રાધા અષ્ટમી પર્વની ઉજવણી મથુરા વૃંદાવન સહીતના શહેરોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફક્ત અંકલેશ્વરમાં રાધા વલ્લભ મંદિર ખાતે છેલ્લા 150 વર્ષ થી ઉજવણી કરવામાં આવી રહી છે.રાધા અષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભજન- કીર્તન તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો