તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વર વર્ધમાન ટ્રેડર્સ પર ભરૂચ આયકર વિભાગનો સર્વે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર વર્ધમાન ટ્રેડર્સ પર ભરૂચ આયકર વિભાગનો સર્વે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરવાલિયા ચોકડી પર આવેલી વર્ધમાન ટ્રેડર્સનાં અનાજનાં જથ્થાબંધ વેપારીને ત્યા તેમજ તેની નેત્રંગ સ્થિત મરૂધર રાઈસ મિલ ખાતે ભરૂચ આઈ.ટી વિભાગ દ્વારા ગુરુવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શુક્રવારે બીજા દિવસે પણ આયકર વિભાગનો સર્વે જારી રહ્યો હતો. 25 થી વધુ આઈ.ટી અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં મોટા પાયે કરચોરી ઝડપાઇ તેવી શકયતા છે.

અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ રવિકિરણ કોમ્પ્લેક્ષ ખાતે વર્ધમાન ટ્રેડર્સ નામની જથ્થા બંધ અનાજના વેપારીને ત્યાં ગુરુવારે સવારેથી ભરૂચ આયકર વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉપરાંત ટ્રેડર્સના સંચાલકની નેત્રંગ તાલુકામાં આવેલી મરૂધર રાઈસ મીલ ખાતે પણ આયકર વિભાગે સર્વેની કામગીરી આરંભી હતી. મહિલા અધિકારી સાથે અંકલેશ્વર તેમજ નેત્રંગ ખાતે 25 થી વધુ અધિકારીની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. કોમ્પ્યુટર, તેમજ અન્ય ખાતાવહી, જમા ઉધારનો રેકર્ડ, સહીત હિસાબી ચોપડા કબજે લઇ તેની તપાસ કરાઇ છે. સતત બીજા દિવસે પણ અનાજનાં વેપારીના અંકલેશ્વર નેત્રંગમાં આવેલી રાઇસ મિલ ખાતે સર્વેની કામગીરી કાર્યરત રહી હતી.

બીજા દિવસે સર્વે હાથ ધરાતાં કરચોરી ઝડપાવાની શક્યતા

અંકલેશ્વર,નેત્રંગમાં મરૂધર રાઇસ મિલમાં તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો