તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ અને પોલીસ લાઇનનાં શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને પોલીસ લાઇનનાં શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેર અને જિલ્લાની પોલીસ વસાહતો તેમજ ગણેશ ભકતોના ત્યાં આતિથ્ય માણતા શ્રીજીનું શુક્રવારે પાંચમા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર નીલકંઠેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગન ભેદી નાદ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી.

પાંચ દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને શુક્રવારે શહેર અને જિલ્લા પોલીસ વસાહતના પોલીસ પરિવાર તેમજ શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. ભરૂચ શહેર સહિત વિવિધ પોલીસ લાઇનમાંથી શ્રીજીને પોલીસ બેન્ડ, અબીલ ગુલાલની છોળો સાથે દબદબાભેર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ગણેશ વિસર્જન વેળાએ શહેર જિલ્લામાં સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તેમજ કોઇ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહે છે. જેના પગલે પોલીસ વસાહતના ગણેશની મૂર્તિઓનું પાંચ દિવસ બાદ ઉષ્માભેર ઢોલનગારાના નાદ વચ્ચે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધામધુમથી વિસર્જન કરવામાં આવે છે.

શુક્રવારે શહેર અને જિલ્લાના પોલીસ વસાહતના શ્રીજીનું તેમજ કેટલીયે સોસાયટી, મહોલ્લા અને ઘરમાં સ્થાપિત કરાયેલા પાંચ દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે મૂર્તિઓના વિસર્જન માટે કતાર લાગી હતી. રસ્તાઓ પર રિકસા, ટેમ્પો, ટ્રક, ટ્રેકટર સહિતના વાહનોમાં ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ વરચે વિસર્જન કરવા લઇ જતાં સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું. નીલકંઠેશ્વર ખાતે ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો.

ભરૂચ અને ઝઘડીયા પોલીસ લાઇન્સમાં ગણેશજીનું 5 મા દિવસે વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું. તસવીર-મુકેશશાહ

સોસાયટી, મહોલ્લા અને ઘરના શ્રીજીને પાંચ દિવસ બાદ ભાવભેર વિદાય અપાઇ

ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરયાનાં નાદથી નર્મદા કાંઠો ગુંજી ઉઠયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો