તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંગારેશ્વરના પછાત વિસ્તારોે વિકાસના કામોથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગારેશ્વરના પછાત વિસ્તારોે વિકાસના કામોથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકાના અંગારેશ્વર ગામના સરપંચ - ઉપસરપંચ સહિત આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ગામના આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવતાં હોવાની રાવ વ્યક્ત કરી હતી.

અંગારેશ્વર ગામે આવેલાં આદિવાસી વિસ્તારમાં છેલ્લાં ઘણા વર્ષોની વિકાસના કોઇ કામ હાથ ધરાયાં નથી. વિસ્તારમાં ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટ, રસ્તા જેવી પ્રાથમિક સુવિકાના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. ગ્રામસભામાં તેમજ સામાન્ય સભામાં વિકાસના કામોથી વંચિત રહેતાં ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. જોકે તે કામો થઇ રહ્યાં નથી. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધારાસભ્યો,સાંસદો, તાલુકા પંચાયત ચુંટાયેલાં પ્રમુખ - સદસ્યો સહિતનાઓને અનેક રજૂઆતો કરવા છતાં ગ્રામજનોની માંગણીઓનો કોઇ પણ પ્રકારનો નિકાલ લાવવામાં આવ્યો નથી. તાજેતરમાં પંચાયત અંગારેશ્વર દ્વારા સભામાં આદિવાસી રહિશો દ્વારા તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગટર, રસ્તાની પ્રાથમિક સુવિધા નથી

ગ્રામજોનોએ ટીડીઓને આવેદન આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો