તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • બસો હાઇવે પરથી શરૂ કર્યા બાદ તંગદિલી લાગતા રૂટ બદલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસો હાઇવે પરથી શરૂ કર્યા બાદ તંગદિલી લાગતા રૂટ બદલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઅભિવાદન સમારોહમાં ગુરુવારે થયેલી તોડફોડ બાદ શુક્રવારે સુરત જતી એસ.ટી. બસોને પુન: હાઇવે પરથી પસાર કરવાનું શરૂ કરાતા 10 મિનિટમાં તંગદિલી લાગતા ફરીથી હાંસોટ વાયા ઓલપાડ થઇ ગ્રામ્ય રૂટ પરથી બસોનું સંચાલન હાથ ધરાયું હતું.

એસ.ટી. વિભાગે ગુરુવારે સાંજે પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ, પથ્થરમારો શરૂ થઇ જતા સલામતી અને તકેદારીનાં ભાગરૂપે અમદાવાદ અને વડોદરા તરફથી આવતી તમામ એસ.ટી. બસોને ભરૂચ અને સુરત વચ્ચે હાઇવેનાં સ્થાને હાંસોટ-ઓલપાડ ડાયવર્ટેડ રૂટ પરથી પસાર કરવાની ફરજ પડી હતી. ભરૂચ અને સુરત એસ.ટી. વિભાગ દ્વારા સાંજથી ભરૂચ-સુરત વચ્ચે દોડતી 300 બસોને તેના હાઇવેનાં નિયત રૂટ પરથી દોડતી અટકાવી દીધી હતી. શુક્રવારે સવારે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ એસ.ટી. તંત્રે અમદાવાદ-વડોદરા તરફથી આવતી બસોને હાઇવે પરથી પસાર કરવાની શરૂ કરી હતી. જો કે 10 મિનિટ બાદ વાતાવરણ તંગ લાગતા ફરીથી સુરત જતી આવતી તમામ બસોને હાઇવેનાં સ્થાને હાંસોટ-ઓલપાડ ગ્રામ્ય રૂટ પરથી ચલાવવાનું કાર્યરત રખાયુ હતું.

ભરૂચ-સુરત વચ્ચે દોડતી 300 બસોને અટકાવી દીધી હતી

અમદાવાદ-વડોદરાની બસોને ગ્રામ્યના રૂટ પરથી દોડાવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો