તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ પાલિકાએ આળસ મરડી : હવે પશુપાલકોની યાદી પોલીસને આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ પાલિકાએ આળસ મરડી : હવે પશુપાલકોની યાદી પોલીસને આપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરમાં રખડતા પશુઓના રંજાડમાંથી મુકિત અપાવવા માટે પાલિકાએ પશુપાલકો સામે કાર્યવાહી કરવા પોલીસને યાદી સોંપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ દર વર્ષે રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં પાલિકા ઢોર ડબ્બો બનાવવામાં આળસ કરી રહી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. ટીપીની જગ્યા ફાજલ હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરી પાલિકા તેની જવાબદારીમાંથી છટકી રહી હોય તેમ લાગી રહયું છે.

દર ચોમાસામાં શહેરના માર્ગો પાંજરાપોળ સમાન બની જાય છે. વિવિધ વિસ્તારો તથા માર્ગો પર રખડતાં પશુઓ અડિંગો જમાવી દેતાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકા પાસે ઢોર ડબ્બાની વ્યવસ્થા હોવાથી રખડતાં પશુઓને પકડવામાં આવતાં નહિ હોવાથી પશુપાલકો બેફામ બન્યાં છે. રોજ પશુઓને રખડતાં મુકી રહયાં છે. ગઇકાલે કોંગ્રેેસે દેખાવો કરી રખડતા ઢોરોથી મુકત કરવાની માંગ કરી છે. રખડતા ઢોર મુદ્દે હવે વિપક્ષે પણ ભાજપ શાસકો સામે મોરચો ખોલી નાંખ્યો છે. વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકાની ટીપી સ્કીમ 1,2 અને 3માં સરકારી જગ્યા ફાજલ પડી છે ત્યારે તેનો ઉપયોગ લોકોની સુવિધા વધારવા માટે કરી શકાય છે. નગરપાલિકા ધારે તો ફાજલ જગ્યામાં ઢોર ડબ્બો બનાવી શકે છે પણ આજદિન સુધી બનાવવામાં આવ્યો નથી. વિપક્ષના આક્ષેપો વચ્ચે પાલિકા સત્તાધીશોએ પશુઓને રખડતાં મુકી દેનારા પશુપાલકોની યાદી તૈયાર કરી તેમની સામે કાર્યવાહી કરવા પોલીસને યાદી આપવાનો નિર્ણય કર્યો છે.

જગ્યાની શોધખોળ ચાલી રહી છે

^ઢોરડબ્બા માટે જગ્યાની શોધખોળ ચાલી રહી છે. પશુપાલકોને તેમના પશુઓને રખડતાં નહિ મુકવા જણાવવામાં આવે છે. પશુ પાલકો સામે કાર્યવાહી માટે પોલીસ વિભાગને યાદી આપવામાં આવશે. >આર.વી.પટેલ, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા

ફાજલ જગ્યા હોવા છતાં ઉપયોગ કરાતો હોવાનો વિપક્ષનો આરોપ

ભરૂચ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો