તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • પાલેજ પાસે ટ્રકમાં ભટકાતાં ઇનોવા કારના ચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલેજ પાસે ટ્રકમાં ભટકાતાં ઇનોવા કારના ચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનેશનલ હાઇવે ઉપર પાલેજ પાસે આગળ ચાલતી ટ્રકની પાછળ એક ઇનોવા કારનો ચાલક ધડકાભેર ભટકાઇ જતાં કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતમાં ઇનોવાના ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારમાં રહેતો કૃણાલ દિનેશભાઇ ગોસ્વામી ડ્રાઇવર તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આજે શુક્રવારે સવારના સમયે તે ઇનોવા કાર લઇને વડોદરા એરપોર્ટ ઉપર મુસાફરોને લેવા માટે જઇ રહ્યો હતો. દરમિયાન પાલેજ ઓવરબ્રીજ પરથી પસાર થતી વેળાં કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતાં તેની કાર આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી. પુરઝડપે કાર ભટકાવાને કારણે કારનો આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. કાર ચાલકના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતાં પાલેજ પોલીસ મથકનો સ્ટાફ તુરંત સ્થળ ઉપર ધસી આવ્યો હતો. પોલીસે ભારે જહેમતથી મૃતકના દેહને કારમાંથી બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલેજ સામૂહિક અારોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં ઇન્સ્પેક્ટર બી. એમ. પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

પાલેજ પોલીસ મથકનો કાફલો સ્થળ પર ધસી આવ્યો

ભરૂચનો યુવાન વડોદરા એરપોર્ટ જવા રવાના થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો