તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વરમાં 2 સ્થળોએથી ~75 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં 2 સ્થળોએથી ~75 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંપોલીસે બે સ્થળોએ દરોડા પાડી ~75 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસે મહિલા બુટલેગર સહિત 2ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાંથી દારૂ-જુગારની અસામાજીક પ્રવૃતિને કડક હાથે ડામી દેવા ડીએસપી સંદિપસિંગે દરેક પોલીસ સ્ટેશનમાં સુચના આપી છે. અંકલેશ્વરમાં બે સ્થળોએ દરોડા પાડી ~75 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

અંકલેશ્વર પોલીસે જયાબહેન મોદી હોસ્પિટલ નજીકથી મારુતિ કારમાંથી ~12,600નો દારૂ, ~25 હજારની કાર અને મોબાઈલ મળી ~40,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નિલેષભાઈ ધીરુભાઈ મસુરીયા, રહે ઓલપાડ ની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી. ગડખોલ પાટીયા નજીક સોસાયટી માંથી ગીતાબેન ધર્મેદ્રસિંહ રાઠોડના ધરે બાતમી આધારે શહેર પી.આઈ એલ.બી.તડવીએ દરોડા પાડી વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી કુલ 352 નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. મહિલાની ધરપકડ કરી હતી.

એક કારમાંથી-સોસાયટીના મકાનમાંથી દારૂ મળી આવ્યો

એક મહિલા સહિત બે બુટલેગરોની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો